Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મહિસાગર લુણાવાડા ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઈ, કોંંગ્રેસ પર કર્યા પ્રહાર

સંકેત પંડ્યા – એડિટર

લુણાવાડા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાઈ હતી. આજે અહીં આવ્યો છું અને તમને જોઈને આનંદીત થઈ રહ્યો છું. આજે આપણે ભારતની વાત કરીએ તો ભારત મોટી તાકાત દુનિયામાં ઉભરી રહી છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારને એટલું મહત્વ આપ્યું છે કે તેના કારણે અરાજકતા ફેલાઈ હતી. લોકોને શાસન પ્રશાસનથી વિશ્વાસ જ રહ્યો નહોતો. આ પરિસ્થિતિમાં ગુજરાતની ધરતી સંકલ્પની શાક્ષી રહી છે આ દેશ જાતિયતામાં ડુબેલો હતો. અહીંની મૂળ જ્ઞાતિને અલ્પ સંખ્યક બનાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો હતો. આ પ્રકારનો સમય હતો. ત્યારે ત્યારે આ રાજ્યમાં મહાપુરુષો દેશમાં સામે આવ્યા છે.

તેમણે કહ્યું કે, જે કોંગ્રેસ તમારી સુરક્ષા નથી કરી શકતી. ભાજપ પાર્ટી આવતા જ કિશાન સન્માન નિધીનો લાભ મળ્યો છે. 5 લાખ રુપિયા સુધીની સુવિધા બાદ ગુજરાતમાં ફરીથી સરકાર આવશે તો 10 લાખ રુપિયાનો લાભ સ્વાસ્થ્ય લાભ માટે મળળે. કોંગ્રેસ આ બધું નથી કરી શકી. ડબલ એન્જિનની સરકાર નિરંતર કામ કામો કરી રહી છે.

કોંગ્રેસ આસ્થાનું સન્માન નથી કરી શકતી તો કોંગ્રેસને આપણા વોટ પણ ના જવા જોઈએ. શું તમે ભાજપને ભવ્ય જીત આપશો તેમ પણ કહ્યું હતું. આ સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી દેશને મળ્યા છે તેના કારણે વૈશ્વિક મંચ પર ભાજપને અલગ સ્થાન મળ્યું છે. તેમ તેમણે કહ્યું હતું.

Share

Related posts

દિલ્હીથી આવેલા આપના વિધાનસભ્યના ઇન્ચાર્જના અધ્યક્ષ સ્થાને લીમડી ખાતે આપની મીટિંગ યોજાઈ

gujaratjanekta

ભગવાન રામાનંદા ચાર્ય ની 724મી જન્મ જયંતિ નિમિતે દાહોદ શહેરના રામાનંદ પાર્ક ખાતે થી દાહોદ શહેરમાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી.

gujaratjanekta

ગુજરાત કરછના આ ગામડામાં મનની શાંતિ માટે ફોરેનર્સના ધામા: અબજોપતિઓ કરે છે સાધના, સેવકે કહ્યું-અહીં ઘણાની જિંદગી બદલાઈ ગઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial