Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

વીર નર્મદ દક્ષિણા ગુજરાતી યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું

 સંકેત પંડ્યા – એડિટર

 આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરના રોજ બે તબક્કાવાર યોજનાર છે. જ્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 ના લોકશાહીના આ અવસરને સાર્થક બનાવવા માટે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત તા.૨૮/૧૧/૨૦૨૨ નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે “યુવાસંવાદ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 યુવા સંવાદ કાર્યક્રમ થકી સુરત જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે અંતર્ગત યુવાઓને  મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા 

જયારે આ કાર્યક્રમમાં યુનિવર્સિટીનાં આદરણીય કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી, મુખ્ય વક્તા તરીકે ડૉ. રિતેશ શાહ, સિન્ડીકેટ સભ્યશ્રી કિરણભાઈ ઘોઘારી, એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રી પ્રકાશચંદ્ર હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વી.ન.દ.ગુ.યુનિના કેમ્પસમાં આવેલ વિવિધ અનુસ્નાતક વિભાગો ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનું માહોલ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન અને વ્યવસ્થા એન.એસ.એસ. વિભાગના પ્રકાશચંદ્ર દ્વારા કરવામાં આવેલ હતી.

Share

Related posts

વિના મૂલ્ય આરોગ્ય તપાસ કેમ્પ

gujaratjanekta

સરકારી સિવિલ હોસ્પિટલમાં પ્રેમલીલા કરતો મિતુલ પટેલ નામનો કર્મચારી : પ્રેમીપંખીડા થયા કેમેરામાં કેદ !!?

gujaratjanekta

રીલેશનશીપનો અંત આવી જતા રાજકોટના ૩૧ વર્ષના યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ: સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial