Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મતદાનના દિવસે દાદા બજરંગ બલીની ગદા ભરશે, ચૂંટણીપંચ નોટીસ મોકલશે એટલે કઈ ગોળી છે તેનો જવાબ આપીશ- મધુ શ્રીવાસ્તવ

 સંકેત પંડ્યા – એડિટર

દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું બજરંગ બલીનો ભક્ત છું અને 5 તારીખે મતદાનના દિવસે દાદાની ગદા ફરશે અને મતદારો અને જનતાના મતો મળશે. તેમ કહ્યું હતું. વધુમાં જણાવતા મધુ શ્રીવાસ્તવ મીડિયા સમક્ષ ચૂંટણી પંચની કાર્યવાહી મામલે કહ્યું કે, હું સહયોગ આપવા માટે તૈયાર છું. મને નોટીસ મળશે એટલે કઈ ગોળી છે તેનો જવાબ હું આપીશ. ગઈકાલે કાર્યકર્તાને ઘમકી મળશે તો તેને ગોળી મારીશ આ નિવેદન બાદ તેઓ ચર્ચામાં છે. જેથી ચૂંટણી પંચ આ મામલે કાર્યવાહીના મૂળમાં છે. ત્યારે તેમણે કહ્યં હતું કે, મીઠી ગોળી પણ હોઈ શકે છે અને દવાની ગોળી પણ હોઈ શકે છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દબંગ નેતા ભાજપથી આડા ફાટ્યા છે અને ભાજપમાંથી ટિકિટ ના મળતા અપક્ષમાં તેઓ દાવેદારી કરી ચૂક્યા છે અને જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ગોળી મારવાના નિવેદનને લઈને વિવાદમાં મધુ શ્રીવાસ્તવ આવ્યા હતા. 

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 3 ફોર્મ ભર્યા હતા. બે અપક્ષ અને એક ભાજપાનું ભર્યું હતું. 75 વર્ષ પછી ટિકિટ ના મળવાની વાત હતી ત્યારે યોગેશભાઈને ટિકિટ મળી હતી. જેથી ભાજપમાં પણ ફોર્મ ભર્યું હતું. કમિટી બનાવી હતી તેમને કહ્યું ભાજપનું પણ ભરો અને અપક્ષ ભરો. જેથી મેં તેમના કહેવાથી ફોર્મ ભર્યા હતા. 

ફોર્મ પાસ થયું છે અને લડવાનું નક્કી છે. સીઆર પાટીલ સાથે વાત થઈ હતી અને મને આશ્વાસન આપ્યું હતું મેં તેમને કહ્યું કે, હું તમને પાટીલ દાદા કહું છું દાદાએ પણ રીસ્પેક્ટ આપ્યો છે. મધુ શ્રીવાસ્તવ નોન કરપ્ટેડ છે અને દબંગ છે આ સર્ટિફિકેટ મને ભાજપના અધ્યક્ષે આપ્યું છે કેમ કે, પાર્ટીને મેં દાગ નથી લાગવા દીધો.  બજરંગબલી પર વિશ્વાસ મતદાનના દિવસે નાગરીકોનો સાથ મળશે. બજરંગબલીના ગદા ફરશે અને 8 તારીખે પ્રજા મતદારોના આશિર્વાદથી હું જીતીશ.

Share

Related posts

રાજ્યસભા સાસદ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસનો મુખ્યમત્રીપદનો ચહેરો બની શકે છે

gujaratjanekta

દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજીની મહત્વની બેઠકયોજાઈ

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ દ્વારા જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial