Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત ઈલેક્શન 2022 : પંચમહાલની આ બેઠક પર પુરુષ કરતા સ્ત્રીઓમાં મતદાની જાગૃતિ વધારે

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ગુજરાતમાં ચૂંટણી માટે મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ રીતે પ્રચાર કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનું મતદાન પણ વધવા લાગ્યું છે. મહિલાઓના મતદાનની ટકાવારી પણ વધવા લાગી છે. ભારતીય ચૂંટણી પંચે પુરુષ અને મહિલાઓને મતદાન માટેનો સમાન અધિકાર આપ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓના મતદાન પર નિર્ણાયક બને છે. આ રાજકીય પક્ષો જાણતા જ હોય છે. પંચમહાલમાં ગત્ત ચૂંટણીમાં પુરુષ મતદારો 602964 જેટલા હતા જયારે મહિલા મતદારો 544851 હતા. આ ઉપરાંત થર્ડ જેન્ડર 4 મળી કુલ મતદારો 1167819 નોંધાયા હતા. આ મતદારોમાં 425176 પુરુષોએ, 393773 મહિલાએ અને 1 થર્ડ જેન્ડરે મતદાન કર્યું હતું જેથી કુલ મતદાન 818950 મતદારોએ મતદાન કર્યું હતું. ગત ચૂંટણીમાં પંચમહાલમાં મહિલાઓનું મતદાન પુરુષ કરતા ઓછું નોંધાયું હતું.

ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં પંચમહાલની 5 વિધાનસભાની બેઠકોમાં મોરવા તેમજ શહેરા બેઠક પર પુરુષ કરતા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોરવા બેઠક પર મહિલા મતદારોએ પુરુષ મતદારોની સાપેક્ષમાં વધુ મતદાન કર્યું હતું. આ વર્ષે પણ અહીંયા મહિલાઓ વધુ મતદાન કરી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. અહીં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓમાં મતદાન અંગેની જાગૃતતા વધુ જોવા મળી રહી છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસાભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પહેલા તબક્કાની મતદાન માટે ફોર્મની ચકાસણી પૂર્ણ થઇ ગઈ છે. આજે પહેલા તબક્કાના ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન પેહલી ડિસેમ્બરે યોજાશે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.

Share

Related posts

ઝાલોદ નગરના માઇ ભક્તોનું પગપાળા સંઘ અંબાજી યાત્રાએ જવા નીકળ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના કારઠ ગામ નજીકથી લીમડી પોલિસે 44,040 ના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરી

gujaratjanekta

અમદાવાદ : એસ.જી હાઇવે આગામી ત્રણ દિવસ સુધી આંશિક બંધ રહેશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial