Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

સંજેલી તાલુકામાં અજગર નું રેસકયું કરતી વન વિભાગની ટીમ. સંજેલી તાલુકામાં ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારો આવેલા છે ત્યારે જંગલી પ્રાણીઓ સહિતના જંગલોમાં જાનવરો નો પણ સમાવેશ થાય છે.

 સંકેત પંડ્યા – એડિટર

સંજેલી તાલુકામાં અજગર નું રેસકયું કરતી વન વિભાગની ટીમ.

સંજેલી તાલુકામાં ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારો આવેલા છે ત્યારે જંગલી પ્રાણીઓ સહિતના જંગલોમાં જાનવરો નો પણ સમાવેશ થાય છે.
પાછલા કેટલાક વર્ષથી વન વિભાગની જંગલ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું તેમજ વૃક્ષોના જતન કરવાની કામગીરી લઈને જંગલોનો સારો વિકાસ થયો છે ત્યારે જંગલ વિસ્તારમાં વધારો થતા જ હાલ જંગલોમાં જંગલી પ્રાણીઓ પણ સંજેલી તાલુકામાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે સંજેલી તાલુકામાં હાલ જ કેટલીક જગ્યાઓ ઉપરથી આજગારોનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.
     સંજેલી તાલુકાના અણીકા આઈ.ટી.આઈ ખાતેથી જ ગત મોડી રાત્રે અજગર હોવાની વાતને લઈને લોકો માં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અજગર ને જોઈ ને લોકો ગભરાઈ ગયા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા વન વિભાગના કર્મચારીઓને સંજેલી ખાતે જાણ કરતા જ સંજેલી ખાતે વન વિભાગના કર્મચારી નિલેશ કલાસવા ને માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ જે તે જગ્યા ઉપર અજગરની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ભારે જહેમત કરી અને એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં વન કર્મચારીને મળી હતી સફળતા. વન કર્મચારી દ્વારા અજગરનું રિસ્ક્યુ કરી અને તેને અન્ય સહી સલામત જંગલમાં છોડી મૂકવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું સ્થાનિકોએ અજગરનું રેસક્યુ થઈ જતા રાહતનો શ્વાસ લીધો હતો .
Share

Related posts

ફતેપુરા ભૂરી બા પાર્ટી પ્લોટ ખાતે શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ના ચોથા દિવસે ભારે ઉલ્લાસ સાથે આહુતિ આપી પૂર્ણાહુતિ કરવામાં આવી.

gujaratjanekta

કોપી કેસ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પરીક્ષા માં 4 દિવસ માં 6 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા

Admin

અમદાવાદ કાપોદ્રા આરોપી : ૨ કરોડ ૮૩ લાખના છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial