Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

દાહોદની ભગીની સમાજ પાસેથી 3 ઈસમોને થેલામાં લઈને ઊભેલા ₹23,106 રૂપિયાના વિદેશી દારૂ સાથે 3 ઈસમોને ઝડપી પાડી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

 સંકેત પંડ્યા – એડિટર

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ દાહોદની ભગીની સમાજ સ્ટેશન રોડ તરફ પેટ્રોલિંગ કરી હતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે દાહોદની ભગીની સમાજ પાસે ત્રણ ઈસમો તેમની પાસેના બેગ થેલામાં શંકાસ્પદ હાલતમાં કોઈ ચીજ વસ્તુ લઈને ઉભા છે તેવી માહિતી મળતા પોલીસના માણસો દાહોદની ભગિની સમાજ પાસે પહોંચી ગયા હતા અને બેગ લટકાવી ઉભેલા હતા ત્યારે એ ડિવિઝન પોલીસે તેમના બેગ નીચે ઉતારી તપાસ કરતાં વજનદાર વસ્તુ ભરેલ હોય ત્યારે પોલીસે તેમના નામ પૂછતા શૈલેષ ચેનયાભાઈ ભુરીયા રહેવાસી ગડોઈ રેલુ ફળિયું જે 72 નંગ બોટલો લઈને ઉભો હતો જેની કિંમત 7,702 બીજો ઈસમ જેનું નામ સુરેશ પાંગલા ભાઈ ભુરીયા રહેવાસી મોટી ખરજ તળાવ ફળિયું 72 નંગ દારૂની બોટલો લઈને ઉભો હતો જેની કિંમત 7,702 ત્યારે ત્રીજો ઈસમ જેનું નામ સુનિલ દિલીપ પરમાર વરમખેડા કુવા ફળિયું એના થેલામાંથી પણ 72 નંગ બોટલો જેની કિંમત રૂપીયા 7,702 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમની અંગઝડતીમાં બગલ થેલામાં ભરેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કુલ 216 નંગ જેની કિંમત 23,106 ના વિદેશી દારૂ સાથે 3 ઈસમોને ઝડપી તેમની સામે દાહોદ એ ડિવિઝન પોલીસે પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Share

Related posts

“માંડવીના ગોધરા ગામે ૧૩.૧૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું”

gujaratjanekta

“માંડવીમાં નાના તળાવનાં બ્યુટીફિકેશન કાર્યનું ઘારાસભ્યના હસ્તે લોકાર્પણ”

gujaratjanekta

૨૧ અભ્યાસક્રમોની બે સેશનમાં પરીક્ષાઓ : કુલ ૧૦૨ પરીક્ષા કેન્દ્રો ખાતે કુલ ૩૧,૦૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial