Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશ કટારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

 સંકેત પંડ્યા – એડિટર
ઝાલોદના ધારાસભ્ય ભાજપમાં જોડાવાની પૂરેપૂરી શક્યતા પરંતુ ધારાસભ્ય ની ચૂંટણી નહીં લડે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીના કેસરિયા ધારણ કરી રહ્યા છે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ભાવેશ કટારા ની ટિકિટ ના મળતા તો રાતે રાત કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જતા રહ્યા હતા અને 15 થી 20 હજારની લીડ થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશભાઈ ભુરીયા ને હાર અપાવી હતી ત્યારબાદ તેઓએ જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની તે વિધાનસભાની તમામ સીટો પર કોંગ્રેસ નો વિજય મેળવ્યો હતો છેલ્લા કેટલાય સમયથી તેઓની ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ તેવી ચાલી રહી છે પરંતુ કોંગ્રેસમાં તેઓને ટિકિટ આપવાની વાત કરી તો તેઓ સ્પષ્ટ કોંગ્રેસના જગદીશ ઠાકોરને ના પાડી દીધી હતી તેઓ જગદીશ ઠાકોર ને જણાવ્યું હતું કે ઝાલોદ નજીક પંચમુખી મહામંડલેશ્વર મંદિર નું કામ ચાલે છે જ્યાં સુધી તેની પ્રાણ પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી હું ધારાસભ્ય ની ચૂંટણી લડીશ નહી અને લોક સેવા કરતો રહીશ જેથી ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા મિતેશભાઈ ગરાસીયા ને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પાર્લામેન્ટ્રી બોર્ડમાં પણ ઝાલોદ નો મુદ્દો પેન્ડિંગ થયા હોવાની અંગત સૂત્રમાં જાણકારી મળી છે ભારતીય જનતા પાર્ટીમાં બાબુ કટારા પૂર્વ સાંસદ તથા ભાવેશ કટારા કોંગ્રેસ ધારાસભ્ય તેમના સમર્થકો સાથે જોડાવાની પૂરેપૂરી ખાતરી અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નકારી શકાય તેમ નથી પરંતુ કોઈ પણ શરત વિના ભારતીય જનતા પાર્ટીમાંથી પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે તેવું તેઓ તેઓની અંગત સૂત્રમાંથી માહિતી મળેલ છે એક તરફ મોટા દિગજ નેતાઓ પોતાના પુત્ર પોતાના સગા વહાલા ને ટિકિટ આપવા માટે ચૂંટણી મેદાનને લડાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરે છે પરંતુ આ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના માત્ર કાર્યકર્તા તરીકે રહેવાની તૈયારી સાથે ચૂંટણીના લડવાની ફરતે ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયો ધારણ કરવાની પૂરેપૂરી શક્યતાઓ છે
Share

Related posts

શ્રી મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા – પાવાગઢ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તથા સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી મહીસાગર જીલ્લામાં ઉપસ્થિતિ રહેશે !

gujaratjanekta

ફતેપુરા તાલુકામાં આદિવાસી દ્વારા આપેલા બંધના પગલે વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું

gujaratjanekta

ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનો છઠ્ઠો સમૂહ યજ્ઞૉ પવિત સમારંભ ભાદરોડ મુકામે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial