Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના અમીબેન યાગ્નિક વચ્ચે જંગ જામશે,કોંગ્રેસની યાદીમાં વિગતો સામે આવી

 સંકેત પંડ્યા – એડિટર

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ફરીથી એકવાર સીએમ ભૂપેન્દ્ર પટેલ મેદાને ઉતરશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. ભાજપની સેન્સ પ્રક્રિયા વખતે જ તેમની સામે કોઈએ પણ દાવેદારી નહીં કરી હોવાની વિગતો સૂત્રો પાસેથી સામે આવી હતી. તેવામાં હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે બહાર પાડવામાં આવેલ 43 ઉમેદવારોની યાદીમા દિગ્ગજ નેતા અને વકીલ અમીબેન યાગ્નિકને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપી છે. જેથી આ બેઠક પર સીએમ સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબેન યાગ્નિક ચુંટણી લડશે. 

આ બેઠક પર ચુંટણી જંગમાં ઊતરેલ અમીબેન યાજ્ઞિક અંગે વાત કરીએ તો તેઓ વકીલાતના ક્ષેત્રમાં નિષ્ણાંત છે અને ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને ઉચ્ચ કક્ષાની પણ  ડિગ્રી ધરાવે છે.તેઓ ક્લીન છબી ધરાવતા નેતા છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ છે. તેઓ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પણ તેઓ છે.સંગઠનમાં પણ મોટી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.આ ઉપરાંત તેઓ કોંગ્રેસ પ્રવક્તા પણ છે.સ્થાનિક પ્રશ્નોને લઈને તેઓ એક્ટિવ છે. ત્યારે તેમણે કોંગ્રેસે ચુંટણીના મેદાને જંગમાં ઉતરમાં આવ્યા છે.

Share

Related posts

મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સંતરામપુર પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાયો

gujaratjanekta

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બેઢિયા ગામે ઉદ્ઘાટન

gujaratjanekta

રાજકોટ ખાતે રમાયેલ મેચ દરમ્યાન યુવકે ગ્રાઉન્ડ પર દોડી આવ્યા પડધરી પોલીસે અટકાયત કરી ગુનો નોંધ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial