સંકેત પંડ્યા – એડિટર
બિરલા કોલોની પાસે દીવ તરફથી ઇંગ્લીશ દારૂની ૫૬ બોટલો લઇને પોરબંદર આવતા પોરબંદરના સુરેશ પાંચાભાઇ સોલંકી નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી ચિક્ કોર્ટમાં રીમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરેલી. ચી કોર્ટમાં આરોપીના વકીલ એમ.જી. શીંગરખીયાએ ધારદાર દલીલો રજુ કરી રીમાંડ નામંજુર કરવા અરજ કરેલી જે દલીલો કોર્ટે માન્ય રાખી આરોપીના રીમાન્ડ મેળવવા માટે અરજી નામંજુર કરી આરોપીને જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી આપેલ ત્યારબાદ આરોપીના વકિલ એમ.જી. શીંગરખીયા દ્વારા આરોપીને જામીન ઉપર મુકત કરાવવા માટે સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી.
સેસન્સ કોર્ટમાં જામીન અરજીની સુનવણી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં આરોપી વતી એડવોકેટ એમ.જી. શીંગરખીયા તથા તેમની ટીમ દ્વારા એવી દલીલો રજુ કરવામાં આવેલ હતી કે આરોપીને ગુન્હામાં ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. આરોપી કુટુંબ કબીલાવાળા અને પોરબંદરના સ્થાનિક રહીશ છે અને કયાંય નાશી ભાગી જાય તેમ છે નહીં, જો આરોપીને લાંબો સમય જેલમાં રાખવામાં આવે તો આરોપીને પ્રી પનીશમેન્ટ થાય તેમ છે. સામા પક્ષે સરકારી વકીલ દ્વારા આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો ટ્રાયલ દરમિયાન આરોપી કોર્ટમાં હાજર રહેશે નહીં તેવી રજુઆતો કરવામાં આવેલી હતી. કોર્ટે બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આરોપીના વકીલની દલીલો માન્ય રાખી આરોપીની શરતોને આધીન જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ હતો.
આ કામમાં આરોપી વતી એડવોકેટ જે.પી.ગોહેલની ઓફિસ વતી એડવોકેટ એમ.જે. શીંગરખીયા, એન.જી. જોષી, એમ.ડી. જંગી, વી.જી. પરમાર, પી.બી. પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જિજ્ઞેશ ચાવડા તથા મયુર સવાનીયા રોકાયેલા હતા.

