Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

ભાજપના કાર્યક્રમને પીઆઈએ બંધ કરાવ્યો, વડોદરા માંજલપુરના પીઆઈની તત્કાલીક બદલી

 સંકેત પંડ્યા – એડિટર

વડોદારમાં માંજલપુરના પીઆઈની તત્કાલીક બદલી કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર પીઆઈએ ગઈકાલે ભાજપના એક કાર્યક્રમને બંધ કરાવ્યો હતો જેના કારણે આ બદલી તત્કાલીક અસરથી કરવામાં આવી છે.

શહેરના માંજલપુર વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તા પાસે ભાજપના વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલે ડાયરાનું અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમના કારણે એક બાજુનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે અહીં ભારે ટ્રાફિક રહેતો હતો. ટ્રાફીક સર્જાવાને લઈને કંટ્રોલ રુમને જાણ થતા માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે દેસાઈ પોલીસ સ્ટાફ સાથે અહીં પહોંચ્યા હતા. તેમને સ્ટેજ પર જઈને આ કાર્યક્રમ બંઘ કરવા તેમજ પરમિશન ના હોવાથી બધાને ઘરે જવા માટે કહ્યું હતું. આ કાર્યક્રમના કારણે પીઆઈએ વિરુદ્ધ આ કાર્યવાહી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

માંજલપુરના પીઆઈ વી.કે. દેસાઈએ કોર્પોરેટર કલ્પેશ પટેલને ત્યાં જઈને મળ્યા હતા અને કાર્યક્રમની મંજૂરી માટેનો લેટર પણ માંગ્યો હતો. જો કે, તેમની પાસે કાર્યક્રમની મંજૂરીનો આ પત્ર નહોતો. આથી પોલીસે આ કાર્યક્રમ બંધ કરાવ્યો હોવાની પણ ચર્ચા છે. 

જે રીતે કાર્યવાહી કરાઈ હતી તેની પોલીસ કમિશનર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી હોવાની ચર્ચા છે. કાર્યવાહી થવી જતી હતી તે વિલંબથી થઈ હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જેથી આ મામલે વિશેષ શાખામાં પીઆઈની હાલ બદલી કરાઈ છે. તેમના સ્થાને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વીઆર ખેરને માંજલપુરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. અતિશયોક્તિ પૂર્ણ રીતે આ કાર્યવાહીને ગણવામાં આવી રહી છે. કેટલાક હોદ્દેદારો દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મામલે ફરીયાદો  મળી હતી. 

Share

Related posts

ઝાલોદ તાલુકા ની ૧૪-ગામડી જીલ્લા પંચાયત માં આવતા ગામો માં કુલ ૩૩૫ લાખ રૂપિયા ના ડામર રસ્તાઓ ના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા

gujaratjanekta

આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં 38,603 મતદારો પ્રથમ વખત કરશે મતદાન

Admin

G-20 માં ભારતનુ શાનદાર પ્રદર્શન : અરબ દેશોએ મળીને કર્યું એવું એલાન કે ચોંકી ઉઠી દુનિયા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial