Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાતમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાને લઈને જાણો આપે શું લીધો નિર્ણય

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવશે. જે માટે આમ આદમી પાર્ટી દ્વારા લોકો પાસેથી અભિપ્રાય જાણ્યાટ બાદ નક્કી કરવામાં આવશે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. કેજરીવાલ, ભગવંત માન સહીતના નેતાઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અત્યારે આમ આદમી પાર્ટીના સીએમના ચહેરાને લઈને જાહેરાત કરી શકે છે. 

પંજાબની જેમ ગુજરાતમાં પણ મુખ્યમંત્રીનો ચહેરો ચૂંટણી પહેલા જાહેર કરાશે. લોકો પાસેથી સૂચનો આપ પાર્ટી દ્વારા મંગાવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આપ તરફથી આ દાવો કરવામાં આવી રહ્યો છે.

મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય લેશે. મુખ્યમંત્રીનો ચહેરો બહાર લાવવા લોકોના સૂચનો જાણવામાં આવશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે. મુખ્યમંત્રીનો ચહેરો સામે આવશે અને તેમનો પ્રચાર આપ પાર્ટી દ્વાર ડબલ વેગથી કરવામાં આવશે. સૂચનો જાણ્યા બાદ જ નિર્ણય લેવાશે કે, મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોનેચ પ્રસ્થાપિત કરવા. પંજાબમાં આપ પાર્ટીએ ચૂંટણી પહેલા આ નિર્ણય લીધો હતો ત્યારે આ વખતે ગુજરાતમાં પણ એજ વિચાર સાથે આપ પાર્ટી આગળ ચાલશે.

ઈસુદાનને બનાવી શકે છે ચહેરો

ખાસ કરીને આમ આદમી પાર્ટી બની શકે છે કે, આપ પાર્ટીમાંથી ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવી શકે છે. કેમ કે, તેઓ ગુજરાતમાં સ્વચ્છ છબી ધરાવતા નેતા છે. ઉપરથી ભણેલા ગણેલા પત્રકાર અને હવે નેતા બન્યા છે. તેઓ જ્યારે પત્રકાર હતા ત્યારે ખૂબ જ લોકચાહના મેળવી હતી ત્યારે આપ પાર્ટી આ વખતેચ વિધાનસભાની ચૂંટણી પહેલા બની શકે છે કે, આ વખતે ઈસુદાન ગઢવી પર વિશ્વાસ મૂકી શકે છે.

આ ઉપરાંત  સૌરાષ્ટ્રની સીટ પરથી તેઓ ચૂંટણી લડી શકે છે. અહીં 54 સીટો છે ત્યારે સૌ કોઈની નજર સૌરાષ્ટ્ર પર છે જેથી આ પ્રભુત્વ પણ તેમનું ત્યાં જળવાઈ શકે છે. 
 

Share

Related posts

ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું બન્યું એકદમ સરળ : RTOના ધક્કા ખાવાની જરૂર નથી, અહીંથી નિકળી જશે-જાણો વધુ

gujaratjanekta

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9ની અટકાયત

gujaratjanekta

લુણાવાડા એસટી ડેપો ખાતે ટી. આઇ. તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ અન્ય બે ડ્રાઇવરો નો વય નિવૃત્તિ સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial