Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સમગ્ર રાજ્ય માટે 2,646 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના નાગરિકોને એક મોટી ભેટ તરીકે 17 હજાર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર 2,646 કરોડનો ખર્ચો કરશે. આ વિશેષ કાર્યક્રમ અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક મહિનાઓમાં રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એક પછી એક હજારો કરોડના ખર્ચે વિકાસકાર્યો ગુજરાતની જનતાને સમર્પિત કર્યા છે. આ ક્રમમાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે ફરી એક વખત વિકાસકાર્યો લઇને લોકો સમક્ષ પ્રસ્તૂત થશે.

આ વિકાસકાર્યો પૈકી લગભગ 13 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે લગભગ 4 હજારથી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે અને 70થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

આ જ ક્રમમાં અમુક અન્ય જિલ્લા જેમ કે ભરૂચ, ડાંગ, મહિસાગર અને આણંદની વાત કરીએ તો આ જિલ્લાઓમાં અનુક્રમે 1600થી વધુ, 600થી વધુ, 500થી વધુ અને 550થી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને એ જ ક્રમમાં 180,160થી વધુ, લગભગ 400 અને 100થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ અંતર્ગત આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેમાં લોકસભાના સાસંદ ડૉ. કિરીટ સોલંકી, લોકસભા સાંસદ હસમુખ પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Share

Related posts

અટકાયત અને ધરપકડ વચ્ચે શું ફરક ? વૉરંટ વગર ક્યારે પકડી શકે પોલીસ? – જાણો તમારો અધિકારો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી-લીમખેડા રોડ પર વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ કરાયું માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી

gujaratjanekta

ભારે પવન અને વરસાદના કારણે દાહોદ ગરબાડા રોડ જેશાવાડા રોડ ઝાલોદ મુખ્ય માર્ગે ઝાડ પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજીક વનીકરણ વિભાગ દાહોદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial