Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દિવાળી પર ફરી આવી શકે છે કોરોના? સરકાર હાઈ એલર્ટ પર, અનેક સૂચનાઓ જારી

 સંકેત પંડ્યા – એડિટર

ભારતમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને 4 દિવસ પછી દિવાળી છે. આ સમયે બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોનાના નવા વેરિઅન્ટે દસ્તક આપી છે. Omicron ના બે નવા વેરિઅન્ટ, XBB અને BF.7 ઘણા દેશોમાં ફેલાઈ રહ્યા છે. ચીન, ડેનમાર્ક અને ઈંગ્લેન્ડમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં પણ નવા વેરિઅન્ટના કેસ સામે આવવા લાગ્યા છે.

કોરોનાની બે લહેરનો સામનો કરી ચુકેલ ભારત અત્યારે કોઈ પણ પ્રકારનો ખતરો લેવા માંગતું નથી. દિવાળીના તહેવાર પહેલા ભારત સરકારે કોરોના ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લીધો છે. મંગળવારે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ તહેવારોની સિઝનમાં કોરોનાને ફેલાતો અટકાવવા સમયસર કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને હોસ્પિટલોમાં ભરતી કોરોનાના દર્દીઓ પર નજર રાખવા પણ કહ્યું હતું.

સરકાર શા માટે ચિંતિત છે?

દિવાળીના તહેવાર પર દેશભરના લોકો ખરીદી કરવા નીકળે છે. આ પાંચ દિવસીય તહેવાર 22 ઓક્ટોબરથી ધનતેરસથી શરૂ થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટ આવ્યા બાદ બજારોમાં ભીડ ચોક્કસપણે સરકાર માટે ચિંતાનો વિષય છે. મોટા ભાગના સ્થળોએ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે કારણ કે કોરોનાના કેસ ઓછા થયા છે. આવી સ્થિતિમાં દિવાળીનો તહેવાર પણ ખતરો વધારનાર સાબિત થઈ શકે છે.

લોકોને જાગૃત કરવા પર સરકારનો ભાર

આરોગ્ય મંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં લોકોને ફરીથી કોરોના વિશે જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને કોરોનાના પ્રિકોશન ડોઝને લગાવવાની ગતિ વધારવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ બેઠકમાં આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ લવ અગ્રવાલે કોરોનાને લઈને વૈશ્વિક પરિદ્રશ્ય પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં યુરોપની સ્થિતિ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

Share

Related posts

હૈ પ્રભુ થોડી તો દયા કર : ગંગા જળની ખરીદી ઉપર હવે 18 % GST લેવાશે !!

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં સગીરા પર સગીરે દુષ્કર્મ આચાર્યું – જાણો વધુ

gujaratjanekta

સરહદની મહિલાઓ રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial