Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

પાટણ શહેર ના રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં હાઇડ્રોપોનીકસ અને ડ્રિપ સિસ્ટમ વિશે વર્કશોપ યોજાયો

 સંકેત પંડ્યા – એડિટર
પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં હાઇડ્રોપોનીકસ અને ડ્રિપ સિસ્ટમ વિશે વર્કશોપ યોજાયો ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 18 ઓક્ટોબર 2022 ના રોજ હાઇડ્રોપોનીકસ ખેતી અને તેના વૈજ્ઞાનિક પદ્ધતિ તથા ડ્રિપ સિસ્ટમ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાની જુદી જુદી શાળામાંથી આવેલ 400 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો . સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ . સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવામાં ગુજરાત સરકારના પ્રયાસો અને સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું હતું અને આ સેન્ટરની વિવિધ ગેલેરિયોના પ્રદર્શન વિશે ટૂંકમાં માહિતી આપી હતી ત્યારબાદ , નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ હાઇડ્રોપોનીકસ ખેતીની પદ્ધતિઓ જેવી કે ન્યુટ્રીયન્ટ ફિલ્મ ટેકનિક , વોટર કલ્ચર ટેકનિક , ડ્રીપ સિસ્ટમ તથા ઈબ અને ફ્લો સિસ્ટમની માહિતી મેળવી અને ત્યારબાદ તેના ઉપયોગો વિશે નિદર્શન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી તેમજ 5 – ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અધ્યતન ટેકનોલોજી નિહાળી ખૂબજ આનંદિત થયા હતા
Share

Related posts

૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે લુણાવાડા તાલુકાના શામણા ગામે બ્લડ ડોનેશન કોમ્પ યોજાયો

gujaratjanekta

ગુજરાતમાં ફરી આ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની 24 કલાકમાં આગાહી

Admin

હવામાનમાં પલટો થતા કમોસમી વરસાદ સામે પંચમહાલ જિલ્લાના ખેડુતોએ તકેદારી રાખવા કરાયો અનુરોધ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial