Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

સુરતના વરાછા વિસ્તારમાંથી 16 વર્ષીય બાળકીનું કરવામાં આવ્યું હતું અપહરણ

 સંકેત પંડ્યા – એડિટર

એક તરફ સમગ્ર ગુજરાતમાં લવ જેહાદ ને લઇ જાણે રાજકીય પક્ષ પોત પોતાનું રોટલું સેકી રહ્યું છે અને જાણે હિંદુ મુસ્લિમ કરી માહોલ બગાડવાનું જાણે કામ કરતુ હોય તેવામાં જો કોઈ કિશોરી ની ગુમ થયાની ફરિયાદ નોંધાય તો દરેક ને લાગે છે કે કોઈ મુસ્લિમ યુવક હોય શકે છે ? અને દરેક ની આંગળી એક ચોક્કસ કોમ ઉપર આવી જતી હોય છે ત્યારે સુરત શહેરના વરાછા વિસ્તાર માંથી એક 16 વર્ષીય કિશોરી ગુમ થવાની ચોકાવનારી ઘટના બનવા પામી હતી અને જેમાં તપાસ કરતા કોઈ વિધર્મી યુવક નહિ પરંતુ આરોપી વિક્કી નામ નો વ્યક્તિ સામે આવ્યો હતો

  સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી એક 16 વર્ષીય કિશોરી ગુમ થવાની ચોકાવનારી ઘટના બનવા પામી હતી અને જેમાં વરાછા પોલીસે આ કિશોરી અને તેનું અપહરણ કરનાર યુવકને વાપી ખાતેથી ઝડપી પાડ્યા હતા જેમાં કિશોરીને મુક્ત કરવા આરોપી વિક્કી સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

શહેરના વરાછા વિસ્તારમાંથી 16 વર્ષની કિશોરી ગુમ થતા પરિવારે અપહરણની ફરિયાદ વરાછા પોલીસ મથકે આપી હતી.અપહરણની ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે 26 વર્ષના યુવક વિક્કી ઉર્ફે વિકેશ નિબા પંડિત સોનવણેને  વાપીથી પકડી પાડી કિશોરીને મુક્ત કરાવી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે, આરોપીની માતા શિક્ષિકા છે અને વિક્કી દુકાનમાં કેબલનું કામકાજ કરે છે. 

યુવક જે દુકાનમાં કામ કરતો હતો તેના નજીકમાં કિશોરી રહેતી હતી. આથી યુવકે કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હતી. 9મી તારીખે કિશોરીને યુવક ભગાડી ગયો હતો. કિશોરીના પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ વાવડ ન મળતા આખરે વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે રેપ,પોક્સો અને અપહરણનો ગુનો વિક્કી સામે નોંધી ધરપકડ કરી હતી 

Share

Related posts

ઝાલોદ આદિવાસી પ્રા.શાળા ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

નગર પાલિકા ગોધરા તથા વરદાન ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો – જાણો વધુ

gujaratjanekta

રાજ્યમાં સવારે આ વિસ્તારના ઈવીએમ ખોટવાયા, લોકોએ અંધારામાં ઈવીએમ રખાયાની પણ કરી ફરીયાદો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial