Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો ઉપર રાજકીય પક્ષોએ ચૂંટણી પહેલા પ્લાન U.D.P.P શરૂ કર્યું

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વર્તમાન દાવેદારો જે તે બેઠકો પર ચૂંટણી પ્રચાર માં લાગી ચુક્યા છે,પોતે અને પોતાના પક્ષ તરફી વાતાવરણ ઉભું કરવા જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો પર ગ્રૂપ મિટિંગો નો દોર જે તે ગ્રામ્ય વિસ્તારો દિવસ- રાત ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે,ભરૂચ, વાગરા, જંબુસર,અંકલેશ્વર અને ઝઘડિયા બેઠકો પર પોતાના પક્ષ નો ઉમેદવાર કંઈ રીતે અત્યાર થી જ મજબૂત થઇ ને ચૂંટણીના મેદાન માં ઉતરી શકે તે પ્રકારની રણનીતિ અને પ્લાન નો તખ્તો રાજકીય પાર્ટીઓના કાર્યાલયો માં ઘડાઇ ચુક્યો છે,

હાલ માં મોટા ભાગ ની વિધાનસભા બેઠકો ના સંભવિત ઉમેદવારો દિવસ અને રાત્રી મિટિંગો માં પ્લાનિંગ મુજબ આગળ વધી રહ્યા છે,જેમાં ખાસ કરી આ સંભવિત ઉમેદવારો U.D.P.P નો પ્લાન ઘડી આગળ વધી રહ્યા છે,હવે તમને થશે કે આ U.D.P.P એટલે શું છે,?તો તમને જણાવી દઈએ કે કોઈ પણ વિધાનસભા નું મત વિસ્તાર ચારે ખૂણે મળતો હોય છે,જેમાં U એટલે ઉત્તર દિશા D એટલે દક્ષિણ દિશા અને P.P એટલે પૂર્વ અને પશ્ચિમ ભાગ માં આવતા વિધાનસભા ના જે તે ગામો અથવા સોસાયટીમાં જઈ જઈ દોર ટુ દોર તેમજ ગ્રૂપ મિટિંગ,ખાટલા બેઠકો કરી લોકો સાથે સીધા સમર્પક કરવામાં આવી રહ્યા છે,

સંભવિત ઉમેદવારો અને રાજકિય પાર્ટીઓની રણીનીતિ ની વાત કરીએ તો અત્યાર થી જ આગામી 1 માસ ના દિવસો દરમિયાન સુધી આગેવાનો ની ટિમ અને કાર્યકરો ની ટિમ કઈ કઈ દિશામાં ફરશે તે તમામ બાબતો નકકી કરી કામે લાગી ગયા છે,જેમાં સૂત્રો નું માનવામાં આવે તો મોટા ભાગે જે તે પક્ષ એક સપ્તાહ ના કાર્યક્રમો માં U.D.P.P નું ફોર્મ્યુલા અપનાવી આગળ વધી રહ્યા છે,અને પાર્ટીના ઉમેદવાર અને પક્ષ ને મજબૂત કરવા માટે જે તે આગેવાનો અને કાર્યકરો ને પક્ષ ની વિચાર ધારા થી જોડવાની કામગીરી કરી રહ્યા છે,

તો શહેરી વિસ્તારોમાં બુથ લેવલે પણ કામગીરી કરતા કાર્યકરો ને અત્યાર થી જ પક્ષ તરફી વાતાવરણ ઉભું કરવા અને ઉમેદવાર જે કોઈ હોય તેના માટે ગ્રાઉન્ડ કંઈ રીતે તૈયાર કરી આગળ વધારી શકાય તે તમામ દિશાઓમાં પાર્ટીઓએ કાર્યકરો અને બુથ મેનેજમેન્ટ કમિટીઓને સૂચનો કરી કામે લાગી જવા નું આહવાન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે,

Share

Related posts

ઝાલોદ નગરમાં ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવનાર આંતર રાજ્ય સુંદર કાંડ સ્પર્ધા સફળતા પૂર્વક પૂર્ણ થાય તે માટે હનુમાનજીના ચરણોમાં અરજી કરવામાં આવી

gujaratjanekta

77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે એસઆરઆઈની સુંદર કામગીરી કરનાર બીએલઓનું શાળ ઓઢાડીને સન્માન કર્યું

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial