Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાતના આ વિસ્તારમાં લાગુ કરવામાં આવી છે કલમ 144, અધિક કલેકટરનું જાહેરનામું

 સંકેત પંડ્યા – એડિટર

નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા તે સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અનંત પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર એલર્ટમાં આવી ગઈ છે. આજે આ બાબતે નવસારીના ખેરગામ  પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે અને આ અંગે અધિક કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં કોઈ ગંભીર ઘટના ન બને અને અશાંતિ ન થાય તે માટે અધિક કલેકટર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય માહોલ વધુ ગરમ થઇ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કોઈપણ જાતની પરવાનગી વગર ધરણાંનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આજે ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને કારણે જીગ્નેશ મેવાણીએ નવસારી આવવા માટે જાહેરાત કરી હતી. અધિક કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં આજથી આગામી 9 દિવસ સુધી ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મુકાવમાં આવ્યો છે તેમજ સભા, રેલી કે સરઘસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કલમમાં સરકરી કાર્યક્રમો, લગ્નનો વરઘોડા, સ્મશાન યાત્રા, મંદિર, મસ્જિદ, દેવળમાં પ્રાર્થના માટે જતા લોકોને પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ ઉપરાંત કોઈપણ રાજકીય કાર્યક્રમ કરવા માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  

Share

Related posts

કોઈપણ સ્વાર્થ વગર ગોધરામાં છેલ્લા 14 વર્ષથી હિન્દુ ગરીબ વિધ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપતા મુસ્લિમ યુવા શિક્ષક એટલે ઈમરાન સાહેબ – જાણો વધુ

gujaratjanekta

કામગીરીને બિરદાવી: અમદાવાદમાં વેક્સિનના 1 કરોડ ડોઝ પુરા, 10 હેલ્થ વર્કર્સને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં

Admin

ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બનતા ઝાલોદ પંચાલ સમાજ દ્વારા ફટાકડાની આતશબાજી કરી ભાજપના નિર્ણયને આવકાર્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial