સંકેત પંડ્યા – એડિટર
250000 બે લાખ પચાસ હજાર મતો ધરાવતી વાવ બેઠક ઉપર ઠાકોર પટેલ ઇતર સમાજ નું આગવું પ્રભુત્વ છે.જોકે આ વખત ની 2022 ની વિધાન સભા ની વાવ બેઠક ઉપર કાંટા ની ટક્કર થશે કારણ કે માત્ર 6000 મતો થી હારનો સામનો કરેલ ભા.જ પે આ વખતે વિજય માટે નવી થિયેરી અપનાવી છે.તેની સામે કોંગ્રેસે પણ સક્રિય બની જોર શોર થી પ્રચાર ના શ્રી ગણેશ કરી દીધા છે.વાવ બેઠક ના મતદારો પર એક નજર કરી એતો ઠાકોર સમાજના 70000 હજાર પટેલ સમાજ ના 35000હજાર ઇતર સમાજ ના 35000 હજાર દલિત સમાજ ના 35000 હજાર ભુદેવ સમાજ ના20000 હજાર રબારી સમાજ ના 20000 હજાર રાજપૂત સમાજ ના15000 હજાર પ્રજાપતિ સમાજ ના8000 હજાર દરબાર સમાજ ના7000 હજાર મુસ્લિમ સમાજ ના 5000 હજાર મતો નો સમાવેશ થયો છે.જોકે ઠાકોર સમાજ ના મતો ઉપર હાલ ના સર્વે મુજબ 85 ટકા કોંગ્રેસ નું પ્રભુત્વ છે.જ્યારે ઇતર સમાજ અને પટેલ સમાજ ના મતો ઉપર હાલ ના સર્વે મુજબ 90 ટકા ભા.જ પ નું પ્રભુત્વ છવાયેલું જોવા મળે છે.જ્યારે ભુદેવ સમાજ ઉપર હાલ ના મીડિયા ના સર્વે મુજબ 85 ટકા ભા.જ પ નો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે.જ્યારે 15 ટકા કોંગ્રેસ નું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.વિશેષ માં દલિત સમાજ માં આ વખતે દલિત સમાજ માંથી એક શિક્ષિત યુવાન અને બાહુબલી યુવા નેતા અપક્ષ ઉમેદવારી દાવેદારી કરશે તેવું સમગ્ર પથક માં ચર્ચાસ્પદ બન્યું છે.આ યુવા નેતા એ દલિત સમાજ સહિત દરેક સમાજ સાથે બેઠકો યોજી પ્રચાર ના શ્રી ગણેશ કરી લેતા દલિત સમાજ માંથી ભાજપ કોંગ્રેસ ને મતોનું ધુર્વિકરણ થઈ શકે છે.પ્રજાપતિ સમાજ માંથી ભાજપ ને 80 ટકા થી વધુ મતો ની પક્કડ જણાઈ રહી છે.જ્યારે દરબાર સમાજ માંથી ભાજપ ને 100 ટકા મતો મળી શકે છે.જ્યારે વાત રહી મુસ્લિમ સમાજ ની તો મુસ્લિમ સમાજ માંથી કોંગ્રેસ ને 100 ટકા મતો મળવાની પુરી સંભાવના જણાઈ રહી છે.વિશેષ માં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બને ને સરખું નુકસાન કરી શકે છે.અમારા વાવ ખાતે ના સિનિયર અને રાજકીય રિપોર્ટર વિષ્ણુ પરમાર ના સર્વે મુજબ હાલ ની પરિસ્થિતિ જોતા વાવ બેઠક ઉપર કાંટાની ટક્કર જોવા મળી રહી છે.ત્યારે ભા.જ પ ના એક સિનિયર નેતા ના જણાવ્યા મુજબ 2017 માં માત્ર 6600 મતો થી હારનો સામનો કરેલ બી જે પી ને જીત માટે માત્ર 3500 મતો ની જરૂર હતી આ વખતે હમ..ભી..કિસી સે કમ નહિ તેવું જણાવી એક બુલંદ અવાજ માં કહ્યું હતું કે…સફર…થોડા..કઠિન.હૈ…..લેકિન હિંમત …નહિ..હારુગા…….ઇતના…તો…ભરોસા. હે…મુજે….ખુદ…પર…ઇસ. ..બાર. બાજી…જરૂર…મેં…મારુગા….. જોકે ભા.જ પ ની આગવી રણનીતી જોઈ કોંગ્રેસે પણ જોર સોર થી પ્રચાર શરૂ કરી આ બેઠક જાળવી રાખવા કાર્યકરો ને સોસીયલ મીડિયા માં કામે લગાડી દીધા છે.જોકે સટોડીયા ના સાદ માં આજની તારીખ માં ભાજપ…કોંગ્રેસ…વચ્ચે કાંટા. ની ટક્કર ના ભાવો મુકાઈ ગયા છે.હવે માત્ર જાહેર નામું પ્રસિદ્ધ થવાની બુકી ઓ રાહ જોઈ બેઠા છે……ચૂંટણી ના માહોલ માં વાવ બેઠક ઉપર પૂરો માહોલ જામી ચુક્યો છે.ત્યારે ભા.જ પ ના બાહુ બલી નેતા ઓ એ વાવ માં ધામા નાખી દીધા છે.ત્યારે તેની સામે ચૂંટણી નું જાહેર નામું પ્રસિદ્ધ થાય તે પૂર્વે વાવ ના કોંગ્રેસ ના મહિલા ધારાસભ્યે પણ વિકાસ ના કામો ના ખાત મુહૂર્ત કરી સોસીયલ મીડિયા માં પોસ્ટ કરી પ્રચાર ને આક્રમક બનાવી જીત માટે નો દાવ શરૂ કરી દીધો છે. સમગ્ર રાજ્ય ની નજર વાવ બેઠક ઉપર મંડાઇ રહેલી છે.હવે જોવાનું એ રહ્યું કે વાવ બેઠક કોના ફાળે જાય છે? હાલ ની પરિસ્થિતિ જોતા બુકી ઓ પણ વિમાસણ માં મુકાઈ ગયા છે.

