સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં એક બાજુ ભાજપ દ્વારા એક પછી એક કોંગ્રેસની પરંપરાગત બેઠકો સામે રણનિતી ઘડવામાં આવી રહી છે ત્યારે ભાજપની રાધનપુરની સીટ પરથી ભાજપ સામે ભાજપ જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઉત્તર ગુજરાતમાં રાધનપુરની સીટ પરથી અલ્પેશ ઠાકોર એક બાજુ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યાં વિરોધના સૂર પણ જોવા મળી રહ્યા છે. સ્થાનિક આગેવાનને ટિકિટ આપવાની જીદ ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. જેથી આ મામલો ચૂંટણી પહેલા ગરમાયો છે. રાધનપુરની સીટ ગત વખતે કોંગ્રેસના ફાળે ગઈ હતી. જેથી આ વખતે ભાજપ આ સીટ પર જીતવા માટે કમર કસી રહ્યું છે પરંતુ એ પહેલા જ કકળાટ સામે આવી રહ્યો છે.
આથી સમી વિસ્તારમાં એક મહાસંમેલન પણ 11 ઓક્ટોબરના રોજ રાધનપુર વિધાનસભા 18 આલમ નામથી યોજવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મળતી વિગતો અનુસાર ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને લીલી ઝંડી આપવામાં આવી છે. ત્યારે એ પહેલા કકળાટ સામે આવ્યો છે. અગાઉ પણ આજથીટ 5 મહિના પહેલા જ્યારે ચૂંટણીના સૂર વાગ્યા હતા ત્યારથી આ પ્રકારે સ્થાનિકોટ દ્વારા સ્થાનિકને જ ટિકિટ આપવાની માંગ કરવામાં આવી હતી ત્યારે હવે મોટું સંમેલન યોજવામાં આવ્યું છે.
સંભવિત ઉમેદવાર અત્યારે અલ્પેશ ઠાકોર છે ત્યારે અલ્પેશ ઠાકોરને નહીં પરંતુ સ્થાનિકને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અગાઉ ભાજપ તરફથી રાધનપુર અને ચાણસ્મા સીટ પરથી ઉમેદવારોના સંકેત અપાયા છે. બન્ને સીટ પર ઠાકોર સમાજનું પ્રભૂત્વ છે. ત્યારે સ્થાનિક આગેવાનની પ્રબળ માંગને જોતા પૂર્વ ધારાસભ્ય લવિંગજી અને નાગરજીની આગેવાનીમાં આ મહાસંમેલન સમી વિસ્તારમાં થઈ રહ્યું છે. જેથી ભાજપની સામે ભાજપ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કેમ કે, ગત વખતે કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરની જીત થઈ હતી પરંતુ પક્ષ પલટો કરતા ફરીથી ચૂંટણી લડતા બીજેપીની આ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

