Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

ગાંધીનગરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે ખેડૂતો ચિંતિત : છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટાને કારણે ગાંધીનગર સહિત રાજ્ય દયનીય બન્યું છે

 સંકેત પંડ્યા – એડિટર
છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટાને કારણે ગાંધીનગર સહિત રાજ્ય દયનીય બન્યું છે. ગાંધીનગરમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. એક તરફ ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે તો બીજી તરફ મેઘરાજાની પધરામણી શરૂ થતા જ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ડાંગર અને કપાસના પાકને નુકસાન થવાની સંભાવના છે. એક તરફ લોકોને ભારે ઉથલપાથલમાંથી રાહત મળી છે તો હવામાન વિભાગે પણ 12 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે જેના કારણે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન જોવા મળ્યું છે. ત્યારે ગાંધીનગરના વાતાવરણમાં પણ છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે. સવારથી જ કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ઠંડીથી પણ રાહત મળી છે.ગાંધીનગરમાં ઘેરા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનો માહોલ છે. તડકાની વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બે દિવસની આકરી ગરમી બાદ શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે ઉભા રહેલા કપાસના પાકને નુકસાન થવાની સંભાવનાને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
Share

Related posts

“બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ અને બ્રહ્મ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં મિશન જર્મની – ૧૧૧ અનેરો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ,ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ગાંધીનગરમાં કરશે આ લોકાર્પણ

gujaratjanekta

લુણાવાડામાં સાંઈ બંગલોઝ બહાર 20 દુકાનો ગેરકાયદેસર : જિલ્લા કલેકટરે તોડવાનો હુકમ કરતા નગરપાલિકાએ દુકાનો ખાલી કરવા આપી નોટીસ !! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial