Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

વડોદરાના મહેતા મેમોરિયસ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓનો થનગનાટ : “ધમણ” ફિલ્મના સિતારાઓ ગરબે ગુમ્યા

સંકેત પંડ્યા – એડિટર

 ડભોઇ તાલુકાના MLA શૈલેષ મહેતા (સોટ્ટા) એ સાબિત કર્યું છે કે તેઓ લોકોના મિત્ર છે અને લોકોની સેવા માટે છે. વડોદરાના વૃંદાવન ચાર રસ્તા પાસેના મહેતા મેમોરિયસ ખાતેના પાર્ટી પ્લોટ ખાતે શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોની લાગણીને માન આપી વડોદરા શહેરમાં નાના બાળકો માટે થનગનાટ ના નામે આ વર્ષે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના કાળના 2 વર્ષથી લોકો ગરબાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વર્ષે નવરાત્રીને લઈને ગરબા રસિકોમાં જાણે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રસિદ્ધ ગાયક કલાકારો સાથે ખૂબજ દમદાર સાઉન્ડ સિસ્ટમમાં માતાજીના મધુર ગરબા વાગતા હોંય અને ભવ્ય મોટું ગ્રાઉંડ હોંય ત્યારે વડોદરાના ગરબા રસિકો માટે શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત થનગનાટ ગરબા આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

નવરાત્રીના છેલ્લા ૮ દિવસથી વડોદરાના ગરબા રસિકો ખૂબ મોટી સંખ્યામાં રંગબેરંગી કપડા પહેરી આ આયોજિત ગરબા માં તમામ સુવિધાઓ અને સુરક્ષા વચ્ચે ગરબાની મોજ માણી રહ્યાં છે. ત્યારે તેમના દિકરા ધ્રુમિલ મહેતાની સાથે ૮ માં નોરતે “ધમણ”ના સ્ટાર કલાકારો જેમાં આર્જવ ત્રિવેદી, કથા પટેલ, ભાવિની જાની, કિશન ગઢવી, નિલેશ પંડ્યા, અનંગ દેસાઇ, જયેશ મોરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને મન મુકીને ગરબામાં જોડાયા હતાં.

સામાન્ય લોકોની સાથે જ રહેતા અને પ્રજાના સાચા સેવક એવા સોટ્ટાના હુલામણા નામથી જાણિતા શૈલેષ મહેતા (MLA) અને તેમના પરિવારના સભ્યો ગરબાના તાલે ઝૂમતા અને મજા માણતા નજરે પડ્યા હતા.

તેઓની SSV અને BPC શાળાના નાની ઉંમરના વિધ્યાર્થીઓ કે જેઓ દ્વારા પણ માં અંબાના ગરબા ગાઈ રમઝટ બોલાવી હતી.

ગરબાની મજા માણ્યા પછી જો ટીમલી રમવામાં ના આવે તો લોકોની નવરાત્રી અધુરી ગણાય છે. ” ચાર ચાર બગળી વાળી ગાડી લઈ દઉં, તને ઓડી લઈ દઉં “, ” મંગળવારની રાતે લાઈટ લપ લપાજપ થાય”, “અમો કાકા બાપાના પોયરા, નેકોન્ડલીએ ખેલાડો”, ” સનેડો….. , સનેડો….. , સનેડો રાજ સનેડો ” વગેરે જેવા ગુજરાતી ટીમલીના ગીતો પર વડોદરા જિલ્લાની સ્ટાઈલમાં જ્યારે નાના મોટા સૌ કોઇ લોકો ટીમલી રમે છે તેમને જોવાની મજા જ કંઈક અલગ હોય છે, ટીમલી રમતા જોતાની સાથે જ જોનારના પગ પણ થનગનાટ કરવા લાગી જાય છે.

સંકેત પંડ્યા – એડિટર (મો. 8128281920) 

Share

Related posts

ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં ત્રિ-મંદિર ભામૈયા ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું

gujaratjanekta

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી

Admin

131 લીમખેડા વિધાનસભા માં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત દેખાઈ રહી છે આજ રોજ લીમખેડા વિધાનસભા આપ ના ઉમેદવાર નરેશભાઈ બારીયાને ઠેર ઠેર જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial