Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

‘જમ્મુ-કાશ્મીરને 3 પરિવારોએ લૂંટ્યું, 370 ખતમ થવાથી સામાન્ય લોકોને ફાયદો’, અમિત શાહની રાજૌરી રેલીમાં લાગ્યા મોદી-મોદીના નારા

 સંકેત પંડ્યા – એડિટર

ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેમણે આજે રાજૌરીમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે અહીં એક વિશાળ રેલીને પણ સંબોધિત કરી હતી. આ પ્રસંગે ગૃહમંત્રીએ પહાડી વિસ્તારના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે જ્યારે પણ ભારત પર કોઈ સંકટ આવ્યું, મારા પહાડી ભાઈઓ અને ગુર્જરો, બકરવાલ ખડકની જેમ ઉભા રહ્યા. રાજૌરી-પૂંચના આ લોકોની બહાદુરીને ભારતીય સેના અને સમગ્ર દેશ સલામ કરે છે. તેમણે સેનાને સલામ કરતા કહ્યું કે મોદી-મોદીના નારા એ લોકોનો જવાબ છે જેઓ કહેતા હતા કે ધારા 370 જશે તો લોહીની નદીઓ વહી જશે.

વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, 70 વર્ષ સુધી ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીર પર રાજ કર્યું, લોકશાહી માત્ર તેમના પરિવારોમાં જ બનાવી દીધી હતી. તમને બધાને ક્યારેય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો અધિકાર મળ્યો હતો? ત્રણ પરિવારોએ લોકતંત્રનો, જમ્હૂરિયતનો અર્થ માત્ર પેઢીઓ સુધી શાસન કરવાનો કાઢી લીધો હતો.

 જમ્મુ-કાશ્મીરમાં કરાવી પંચાયતની ચૂંટણી 

દેશમાં સરકાર બદલાઈ, નરેન્દ્ર મોદી 2014થી વડાપ્રધાન બન્યા, ત્યારબાદ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ પંચાયત ચૂંટણી કરાવી. પહેલા જે માત્ર ત્રણ પરિવાર પાસે હજુ, આજે 30 હજાર પાસે જમ્મુ-કાશ્મીરનું શાસન આવ્યું છે. 5 ઓગસ્ટ 2019ના રોજ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવી દીધી. જો કલમ 370 અને 35A ન હટતે તો જમ્મુ-કાશ્મીરમાં આદિવાસીઓને અનામત ન મળતે.

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરની આ મુલાકાત દરમિયાન અમિત શાહ પહાડી મુસ્લિમ સમુદાય સાથે વાતચીત કરવા ઉપરાંત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. તેમની મુલાકાત દરમિયાન શાહ જમ્મુ શહેરના ઇદગાહ વિસ્તારમાં પ્રસ્તાવિત કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરે તેવી શક્યતા છે. આ સિવાય તેઓ પૂંછ નેશનલ હાઈવે, જમ્મુ-અખનૂર ફ્લાયઓવર અને અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

Share

Related posts

ગુજરાતમાં આ શું માંડ્યું છે! નકલી કચેરી, નકલી કર્મચારી અને હવે નકલી કોર્ટ ઝડપાઈ – જાણો વધુ

gujaratjanekta

ગોધરા સીટી કો.ઓ.બેંકના ૧૦૦ વર્ષ પુર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : ૧૭૫ યુનિટ બ્લડ એકત્રીત કરાયું

gujaratjanekta

ગોધરા શહેર નો વોર્ડ નં ૭ ભગવાન ભરોસે!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial