Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

વાઘોડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી – જાણો વધુ

રાજુભાઈ છતવાણી – વાઘોડિયા

વડોદરા જીલ્લાના વાઘોડિયા નગરમાં પાવન પર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણી મા દુર્ગાની આરાધના તેમજ ખેલૈયા દ્વારા ગરબા ની રમઝટ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.પાવન પવિત્ર નવરાત્રી મહોત્સવ ની ઉજવણી વાઘોડિયા નગરમાં મા દુર્ગાની આરાધના તેમજ પૂજા વિધિ આરતી સાથે ગરબાના રસિયા ખેલૈયા ગરબાની રમઝટ સાથે શરૂ કરી દેવામાં આવી છે.

વાઘોડિયા નગરમાં ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ આયોજિત ગરબા તેમજ નાની ભાગોળ ખાતે આયોજિત ગરબા માં નવરાત્રી ના પહેલા દિવસે નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હાજરી આપી માતાજીની આરતી નો લાભ લીધો હતો.
તેમજ ભાવિક ભક્તોમાં કુંદનભાઈ પટેલ. આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાની. વાઘોડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શાંતિલાલ રબારી તેમજ વાઘોડિયા ગ્રામ પંચાયતના સદસ્ય સંદીપભાઈ સાથે વેપારી મંડળ સાથે ગરબા ના આયોજકો ના યુવાનો તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી.
નવરાત્રિના પહેલા નોરતે માતાજીનો આરતીનો લાભ લઇ દર્શન કર્યા હતા તેમજ આ નવરાત્રીના પહેલા નોરતે ગરબા ના રસિયા ખેલૈયાઓએ ગરબાની ધૂમ મચાવી નવરાત્રિની ઉજવણી કરી હતી.

Share

Related posts

રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ કુલ-૨૫ કામો માટે રૂ.૪૦.૫૫ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું – જાણો વધુ

gujaratjanekta

આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કતારગામ વિધાનસભાના તમામ નાગરીકો દ્વારા લોકશાહી પર્વમાં મતદાન કરવા બદલ આભાર માન્યો

Admin

ઝાલોદ નગરના મોક્ષધામની કામગીરીના બાકી નીકળતા રૂપિયા માટે કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા સ્વાગતમા અરજી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial