સંકેત પંડ્યા – એડિટર
અમદાવાદ એરપોર્ટના રન વે પર સુખોઈ સહીતના ફાઈટર વિમાનો એક પછી એક ઉતરી રહ્યા છે. અમદાવાદમાં મેઘાણીનગરમાં આગામી 2થી 3 ઓક્ટોબર દરમિયાન એક્સપો આર્મીના ફાઈટર વિમાનોને લઈને યોજવામાં આવશે. આ પ્રદર્શન શહેરમાં સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. ખાસ કરીને અમદાવાદમાં પ્રદર્શન બાદ ગાંધીનગરની અંદર ડીફેન્સ એક્સપોનું આયોજન ગાંધીનગ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.
18 તારીખથી ત્રણ દિવસ સુધી ડીફેન્સ એક્સપોર ચાલશે. પરંતુ એ પહેલા રીવરફ્રન્ટ પર આ ફાઈટર વિમાનો રીહર્સલ કરશે. આકાશમાં ઉડતા ફાઈટર વિમાનોનો નજારો લોકોને જોવા મળશે. આ એર શોની અંદર વિવિધ પ્રકારના કરતબો જોવા મળશે.
આકાશમાં એક સાથે પેરમાં 12 જેટલા ફાઈટર વિમાનોનો નજારો જોતા જ બનશે. ખાસ કરીને તેના કારણે એર સ્પેસ પર સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી બંધ રહેશે. દુર્ઘટના કે અવરોધ ના ઉભો થાય તે હેતુથી ફ્લાઈટોના શિડ્યુઅલની અંદર પણ ફેરફાર કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે થઈ રહેલા ડીફેન્સ એક્સ્પોની અંદર ખાસ કરીને આર્મીના યુદ્ધમાં વપરાતા હથિયારો પણ જોવા મળશે. યુદ્ધમાં વપરાતીચ સાધન સામગ્રી ડીફેન્સ એક્સપોમાં જોવા મળશે. ત્યારે અત્યારે વિશેષ કાર્ગો વિમાનની અંદર અત્યારે ડીફેન્સના એક પછી એક સાઘનો વપરાઈ રહ્યા છે.

