Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં અંજલિ ડેન્ટલ ક્લિનિક ગોધરા ખાતે નિ:શુલ્ક મેગા કેમ્પ યોજાયો

સંકેત પંડ્યા -એડિટર

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૨ માં જન્મ દિવસ નિમિત્તે “ સેવા સમર્પણ અભિયાન અંતર્ગત “ ગોધરા શહેરના અંજલિ ડેન્ટલ ક્લિનિક, વિશ્વકર્મા ચોક ખાતે વિના મુલ્યે મોઢા અને દાંતના તમામ પ્રકારના રોગોના નિદાન અર્થે મેગા ડેન્ટલ કેમ્પ યોજાયો હતો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજ્યકક્ષા મંત્રી નિમિષાબેન સુથાર (આદિજાતિ વિકાસ અને પરિવાર કલ્યાણ વિભાગ તબીબ શિક્ષણ) તથા જીલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સી.કે રાઉલજી, મિનાક્ષીબેન પંડ્યા, કકુલભાઈ પાઠક, દિલિપભાઇ દસાડીયા, હિતેશભાઇ ભટ્ટ, ડૉ. શ્યામ સુંદર શર્મા, અજીતસિંહ ભટ્ટી, સઇદખાન પઠાણ, દિપેશસિંહ ઠાકોર તથા સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના ઉપપ્રમુખ અને મધ્યઝોનના પ્રભારી શૈલેષકુમાર ઠાકર દ્વારા રાજ્યકક્ષા મંત્રી નિમિષાબેન સુથારને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. આ નિ:શુલ્ક મેગા ડેન્ટલ કેમ્પનું આયોજન કરાતા ૨૫૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. ચેક અપ માટે આવેલ તમામ દર્દીઓને પાન – મસાલા – તમાકુ – ગુટકા જેવા વ્યસનોથી થતા નુકશાનથી માહિતગાર કરાયા હતા. તેમજ સમાજમાં તથા ખાસ કરીને યુવા વર્ગમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ સમયે સમયસર આવા જીવલેણ રોગોનું નિદાન થાય અને ઘરના મોભી તેમજ યુવા વર્ગ સજાગ થાય તે ખુબ જ જરૂરી છે તેવી સમજણ અપાઈ હતી.

અંજલી ડેન્ટલ ક્લિનિક ગોધરાના નિષ્ણાંત તબીબ ડૉ.ચિરાગ ઠાકર, ગોધરાના ખ્યાતનામ ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. અંકિતા ઠાકર, ડૉ હર્ષ ઠાકર, ડૉ. જીગર જોષી, ડૉ. આયુષી ઠાકર, ડૉ.મયુરી દરજી, ડૉ.પુજા પ્રજાપતિ, ડૉ.શિલ્પી શાહ, ડૉ.મૈત્રી શાહ, ડૉ.નિરવાણી શાહ તથા તેમની ટીમ દ્વારા વિના મુલ્યે મોઢા અને દાંતના તમામ પ્રકારના રોગોના નિદાન અર્થે આ મેગા ડેન્ટલ કેમ્પમાં સારવાર અર્થે આવેલા ગરીબ – મધ્યમવર્ગના તમામ દર્દીઓની જીણવટ પુર્વક તપાસ કરી અંજલિ ડેન્ટલ ક્લિનિક તરફથી યોગ્ય માર્ગદર્શન પુરુ પાડી તમામ દર્દીઓને ટુથપેસ્ટ અને બ્રશ આપી સાર સંભાળ રાખવા જણાવાયુ હતુ.

અંતમાં ગોધરા સહિત પંચમહાલના ગામડાઓ માંથી આવેલા તમામ લોકો તેમજ ઉપસ્થિત સૌ કોઈનો ગોધરાના સેવાભાવી શૈલેષભાઈ ઠાકરે આભાર માન્યો હતો.

Share

Related posts

ઝાલોદ નગરમાં રામનવમીની ભવ્ય આયોજન અંગે સનાતન હિન્દુ ધર્મ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

ઝાલોદ કેળવણી મંડળની કારોબારી સભ્ય માટેની ચૂંટણીમા 79.06 % મતદાન યોજાયું

gujaratjanekta

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગીતા માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial