Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ નગરમાં સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા નવરાત્રીને લગતી કલાત્મક વસ્તુઓનું સાત દિવસ સુધી થશે વેચાણ

કિશોર ડબગર – દાહોદ

જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ આજે દાહોદ નગરના ગોવિંદનગર વિસ્તારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજીત નવરાત્રી મેળા ૨૦૨૨ નો પ્રારંભ કર્યો છે. અહીં સ્વસહાય જુથની મહિલાઓએ બનાવેલી કલાત્મક ચીજવસ્તુઓનું આગામી તા. ૨૯ સપ્ટેમ્બર સુધી વેચાણ કરાશે. ગોવિંદ નગર ખાતે આશાર્વાદ ઇમેજિંગ સેન્ટરની સામે જ્ઞાનદીપ ખાતે નવરાત્રી મેળા અંતર્ગત ૮ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં ચણીયા ચોળી, ઇમિટેશન જવેલરી, હેન્ડમેડ જવેલરી, દાંડિયા, કુર્તિ, પાઉચ, પર્સ, ટેન્ગીંગ, હોમ ડેકોરેટીવ આઇટમ જેવી નવરાત્રીને અનુરૂપ ચીજવસ્તુઓનું આજથી વેચાણ શરૂ કરાયું છે.

આ નવરાત્રી મેળો આગામી તા. ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલશે.
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ સ્વસહાય જુથની મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તૈયાર કરેલી સુંદર કલાત્મક સામગ્રીને બિરદાવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, દાહોદનાં નાગરિકો મોટી સંખ્યામાં આ નવરાત્રી મેળામાં ભાગ લે અને ખૂબ પરિશ્રમ બાદ તૈયાર કરાયેલી અહીંની કલાત્મક વસ્તુઓની ખરીદી કરે અને ગ્રામ્ય અંર્થતંત્ર અને મહિલા સશક્તિકરણને વેગ આપે.
આજના પ્રથમ દિવસે જ નગરજનો મોટી સંખ્યામાં આ નવરાત્રી મેળામાં ઉમટી પડયા હતા અને નવરાત્રીને લગતી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.
આ વેળાએ ડીઆરડીએ નિયામક બી.એમ. પટેલ, સુકુમાર ભૂરિયા સહિતના અધિકારીઓ તેમજ નગરપાલિકાના સભ્યો, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Share

Related posts

ભાજપ કમલમ ખાતે વિવિધ હોદ્દેદારોની નિમણૂક તેમજ વરણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા વેસ્ટ કચરાને બાળવામાં આવતા પંચશીલ સોસાયટી વિસ્તારના રહીશોના આરોગ્ય સાથે રમાતી રમત કચરો ન બાળવા રજૂઆત છતાંય પરિણામ શૂન્ય

gujaratjanekta

ઝાલોદ તાલુકા કક્ષાનો પ્રાથમિક વિભાગનો કલા મહાકુંભ 2025 26 સ્પર્ધા કાળીમહુડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial