Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

PM મોદીના જન્મદિવસ પર વિરપુરના પિનાકીન મુકેશભાઈ શુકલના હસ્તે ૫૦૦ વિધવા માતા-બહેનોને સાડી વિતરણ કરાયું

વિપુલ જોષી – વિરપુર

ગુજરાતના પનોતા પુત્ર અને દેશ ના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ ના લોકલાડીલા સાંસદશ્રી રતનસિંહ રાઠોડ ના વરદ હસ્તે, મહીસાગર જીલ્લા પંચાયત સદસ્ય પિનાકીન મુકેશભાઇ શુક્લ દ્વારા વિરપુર તાલુકા ના સરાડીયા, બારોડા, કોટવાલ ના મુવાડા, બાર, જોધપુર, બોર, નુરપુર, વાડી, જેસ્વા, પહાડીયા, ખાંટવાડા, રતનકુવા, વિરપુરના અંદાજે ૫૦૦ વિધવા માતાઓ-બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે માતર વિધાનસભાના પ્રભારી મુકેશભાઇ શુક્લ, લુણાવાડા તાલુકા પંચાયત સદસ્ય અજયભાઇ દરજી, અંબાલાલભાઇ, વિરપુર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન પ્રદીપભાઇ શેઠ, વિરપુર તાલુકા મહીલા મોરચા મહામંત્રી શ્રીમતી પારુલબેન, સરાડીયા ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનીધી હિમાભાઇ, જોધપુર ગ્રામ પંચાયત સરપંચ મણીબેન,ભરોડી ગ્રામ પંચાયત ડે.સરપંચ જીગ્નેશભાઇ પટેલ સહિત ભા.જ.પા ના સંનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

gujaratjanekta

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

gujaratjanekta

સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે કરાઇ હાયપરટેન્શન દિવસની ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial