Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી તથા પુર્વ પરીક્ષા સચિવ ગુજરાત મા. અને ઉ.મા.શિક્ષણ બોર્ડના બી.એસ.પંચાલના વય નિવૃતિ સમારોહમાં હાજર રહ્યાં મંત્રી કુબેરભાઇ ડીંડોર અને પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

મહીસાગર જીલ્લા ના ખાનપુર તાલુકાના ગાંગટા ગામ ખાતે પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી તથા પુર્વ પરીક્ષા સચિવ ગુજરાત મા. અને ઉ.મા.શિક્ષણ બોર્ડ વડોદરા ખાતે ફરજ બજાવી હાલ નિવૃત થયેલા બી.એસ.પંચાલ ના વય નિવૃતિના સમારોહ યોજાયો હતો.

જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, મહીસાગર જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ બારીયા, પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા રાજકીય હોદ્દેદારો સહિત ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

 

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે જીલ્લા શિક્ષણાધિકારી હોવા છતાં કોઇપણ નાના મોટા દરેક સામાન્ય વ્યક્તિને હકારાત્મક દિશા સુચન આપી અને યોગ્ય જવાબ આપતા રહ્યા છે. બી.એસ.પંચાલે જીલ્લાની અનેક શાળાઓમાં સુધારા કરી શિક્ષણ પ્રણાલીને નવો વેગ આપ્યો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિતિ તમામ અતિથિગણે તેમની આગળની જીવનસફર માટે શુભકામનાઓ પાઠવી હતી.

Share

Related posts

લીમડી ની લિટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ મા રેઈન ડે ની ઉજવણી કરાઈ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના વાંસીયાકુઈ તળ ગામ ફળિયામાં વર્ષોથી ચાલતી આંગણવાડી કેન્દ્રને અન્ય જગ્યાએ ખસેડવાનો પ્રયત્ન થતા સ્થાનિકોનો વિરોધ

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં મનરેગાના કરાર આધારિત કર્મચારીઓએ DRDA ને કેમ આપ્યું આવેદન પત્ર ? – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial