Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા ‘અભિયાન – દાહોદ કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે Www.harghartiranga.com વેબસાઈટ શરૂ કરી -જાણો વધુ

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થવાની ઉજવણીના આ અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે. આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરૂ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે. આ ઉપરાંત ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartiranga નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે ત્યારે દાહોદ જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં સહભાગી થાય અને પોતે પણ આ અભિયાનનો ભાગ બને અને અન્ય લોકોને પણ જોડે.

Share

Related posts

કમલમમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું

Admin

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રાંત કચેરીમાં વર્કશોપ યોજાયો . .

Admin

શાળા પ્રવેશોત્સવ એટલેઉજ્જવળ ભવિષ્યનો મંગલ પ્રારંભ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial