Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

સુરતમાં અંગ્રેજી લિટરેચર ભણેલી યુવતીએ મક્કમ મન રાખી શરૂ કર્યુ – ઉલ્ટા વડાપાવનું સ્ટાર્ટ અપ


સંકેત પંડ્યા – એડિટર

સુરતમાં અંગ્રેજી લિટરેચરનો અભ્યાસ કર્યા બાદ એક યુવતીએ વડાપાવનું સ્ટાર્ટ અપ શરું કર્યું છે. શહેરની ભવ્યા ઉમરીગર નામની યુવતીએ નોકરી છોડીને ઉલ્ટા વડાપાવના તદ્દન નવા વિચાર સાથે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. જેને હાલ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ઉલ્ટા વડાપાવની રેસીપીથી સફળતા મળી

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાલ આર.ટી.ઓ રોડ પર ભવ્યા ઉમરીગર નામની યુવતી દ્વારા ઉલ્ટા વડાપાવનું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું. મહત્વનું તો એ છે કે ભવ્યાએ અંગ્રેજી લિટરેચરનો અભ્યાસ કર્યો છે તેમ છતાં અભ્યાસ બાદ સારી નોકરી છોડી વડાપાવની લારી શરૂ કરી હતી. આ વિશે વાત કરતાં ભવ્યા ઉમરીગરે જણાવ્યું હતું કે, મારો એક વિચાર હતો કે પોતાનો બિઝનેસ શરૂ કરવો છે. પરંતુ આટલા નાના પાયાથી શરૂઆત કરીશ અને આવી રીતે શરૂ કરીશ તેવુ નહોતુ વિચાર્યું. પરંતુ મારા પરિવારના સાથ-સહકારથી નાના પાયે શરૂઆત કરી. તેણીને એક વર્ષ સુધી અનેક મુશ્કેલીઓ પડી. ઉલ્ટા વડાપાવનો જે નવો કોન્સેપ્ટ તે લાવી છે તેને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. લોકોને તેનો સ્વાદ ખુબ જ ગમી રહ્યો છે. જેના કારણે તેને આજે ઘણી સફળતા મળી છે.

ઉલ્ટા વડાપાવને થોડા સમયમાં સુરતમાં જોરદાર પ્રતિસાદ

ભવ્યા ઉમરીગરના આ સ્ટાર્ટ અપને થોડા જ સમયમાં સારી સફળતા મળી છે. લોકોને ઉલ્ટા વડાપાવની રેસીપી ખુબ જ પસંદ આવી રહી છે. આ સાથે ઉલ્ટા વડાપાવ થોડા સમયમાં માત્ર સુરત જ નહીં પરંતુ સુરતની આજુબાજુના વિસ્તારોમાં પણ પ્રખ્યાત થઈ ગયો છે. આ અંગે એક ગ્રાહકે પ્રતિસાદ આપતા જણાવ્યું કે, ઉલ્ટા વડાપાવનો સ્વાદ ખુબ જ સરસ છે. મને ભવ્યા પ્રત્યે માન છે. આ ખુબ જ સરાહનીય પ્રયાસ છે. ભવ્યાના આ પ્રયત્નથી અન્ય સ્ત્રીઓને પણ પ્રેરણા મળશે.

લોકો દૂર દૂરથી આ વડાપાવ ખાવા માટે આવે છે

નોંધનીય છે કે અંગ્રેજીમાં લિટરેચર ભણી સારી નોકરી છોડી ભવ્યા ઉમરેગર નામની એક યુવતીએ બિઝનેસની શરૂઆત કરી હતી. કોરોના બાદ ઘણા ઉતાર ચઢાવમાંથી પસાર થયેલી યુવતીએ હિમ્મત હાર્યા વગર પોતાના પરિવારના સહયોગથી આ વડાપાવની લારીની શરૂઆત કરી. ભવ્યાએ પોતાની સાથે પોતાની માતાને પણ આ કામમાં જોડી છે અને આજે લોકો દૂર દૂરથી આ વડાપાવ ખાવા માટે આવે છે.

Share

Related posts

ઝાલોદ નગરમાં ચમત્કાર : રહેણાંક મકાનના મંદિરમાં શિવલિંગ નીકળ્યુંશિવલિંગ નીકળ્યુંની વાત નગરમાં ચર્ચાતા નગરજનો દર્શનાર્થે ઉમટયા

gujaratjanekta

દાહોદની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ઈસરો/ડીએસઓ ઇન્ટર્નશિપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોની આ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial