Gujarat Jan Ekta
તાજા સમાચાર
જાણવા જેવુ ટોપ ન્યૂઝ

સાચો પ્રેમ !! બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે યુવતી બાંગ્લાદેશથી તરીને ભારત આવી, લવ સ્ટોરી જાણીને ચોંકી જશો

સંકેત પંડ્યા – એડિટર

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, જો તમારા નસીબ માં હોય તો સાત સમદંર પાર પણ તમને શોધતો આવે છે ત્યારે આવુ જ કઈંક બન્યુ આજના કળિયુગમાં. જી…હા…  22 વર્ષની યુવતી તરીને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે માત્ર ભારતની સરહદ પાર તો કરી પરંતુ પાણીમાં તરીને પણ આવી. યુવતીએ સુંદરવનના જંગલી જંગલોને પણ પાર કર્યા. આ સિવાય યુવતીએ પોતાના જીવને જોખમમાં મુકીને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને કાયદો તોડ્યો. મહિલાની ઓળખ કૃષ્ણા મંડલ તરીકે થઇ છે. કૃષ્ણાએ અભિક મંડલ સાથે ફેસબુક પર મુલાકાત કરી અને બંનેને એકબીજા સાથે પ્રેમ થયો.

          અભિકને મળવા માટે ઉત્સુક કૃષ્ણાએ પાણીમાં તરવાનો માર્ગ પસંદ કર્યો. કારણકે તેની પાસે કાયદેસર પાસપોર્ટ ન હતો. પોલીસ સુત્રોનો દાવો છે કે કૃષ્ણાએ સૌથી પહેલા સુંદરવનમાં પ્રવેશ કર્યો હતો. જે રૉયલ બંગાલ ટાઈગર્સ માટે લોકપ્રિય છે.

યુવતીએ ખતરનાક જંગલને કર્યુ પાર

સુંદરવન પહોંચ્યા બાદ યુવતી તેના ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે વધુ એક કલાક સુધી તરતી રહી. તે તેના બોયફ્રેન્ડ અભિકને મળી અને પછી કોલકત્તાના કાલીઘાટ મંદિરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઇ. કૃષ્ણાએ ગયા સોમવારે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. સુત્રોનો દાવો છે કે કૃષ્ણાને હવે બાંગ્લાદેશ હાઈકમિશનને સોંપવામાં આવશે. જ્યારે કોઈ માણસે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બનતી આવી છે.

Share

Related posts

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં ફતેપુરા નગરમાં નીકળી રેલી હિન્દુ સંગઠનો દ્વારા ફતેપુરા નગરમાં સૂત્રચાર સાથે રેલી કાઢવામાં આવી

gujaratjanekta

ઝાલોદ વિધાનસભાના ગુરુ ગોવિંદ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ધામ ખાતે મુખ્યમંત્રી એ ભાજપના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ યોજી ધારાસભ્ય મહેશ ભૂરીયા ઉપસ્થિત રહ્યા

gujaratjanekta

વડોદરાનો લંપટ DYSP કોણ ? : શું ગુજરાતની મહિલા પોલીસ કર્મી અસુરક્ષિત! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial