Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈનીતિ આયોગની ટીમ દ્વારા વિવિધ જિલ્લા અધિકારીશ્રીઓ પાસેથી વિભાગીય કામગીરી વિગત અંગે ચર્ચા કરાઈ

દાહોદ જિલ્લા કલેકટર કચેરી, ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ ના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન નીતિ આયોગની ટીમ સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક અન્વયે નીતિ આયોગની ટીમ દ્વારા ઉપસ્થિત વિવિધ જિલ્લા અધિકારીશ્રીઓ પાસેથી કામગીરી વિગત અંગે ચર્ચા કરીને જે – તે વિભાગ થકી કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.આ દરમ્યાન આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ, ડી. આર. ડી. એ., એગ્રીક્લચર વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગો દ્વારા પોતાના વિભાગ તરફથી કરવામાં આવેલ તેમજ કરવામાં આવનાર કામગીરીની વિગત રજૂ કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં ટીબી, એનિમિયા, સિકલસેલ જેવા પ્રશ્નો સહિત અન્ય જાણકારી આપવામાં આવી હતી. જયારે આઇસીડીએસ દ્વારા પોષણ સુધા યોજના સહિત બાળકો – માતાઓના પોષણ, આંગણવાડી અંગેની વિગત રજૂ કરાઈ હતી. એ સાથે અન્ય વિભાગો તરફથી પણ વિભાગીય કામગીરી ની વિગત રજૂ કરાઈ હતી.

Share

Related posts

ફેશન ટિપ્સઃ ક્યા રંગની લિપસ્ટિક તમારી સ્કિન ટોનને અનુકુળ રહેશે, તે જાણીને યોગ્ય શેડ પસંદ કરો

gujaratjanekta

રાજકોટ મનપાની અદભુત કામગીરી: ૨૯૧ રખડતા પશુ ડબે પુરાયા, લોકોમાં હાશકારો

Admin

મઘાનિસર ગામે સુરક્ષા જાગૃતિ અને સામાજિક સુધારણા અંગે પોલીસ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial