પંકજ પંડિત
ઝાલોદરામસાગર તળાવ પાસે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા સાંજે ફરવા આવતા લોકોને પડતી હાલાકીઝાલોદ નગરના રામ સાગર તળાવના નવીનીકરણ સાથે સુંદર વિકાસ થાય તે માટે નગરજનો રાહ જોઈ રહેલ છે પરંતુ નગરજનોના આ સપનાં ક્યારે પૂરા થશે એવો વેધક સવાલ ઉદ્ભભવી રહેલ છે. નગરપાલિકા રામસાગરના ઘાટ તેમજ કિનારા પર અવારનવાર સફાઈ કરતી રહે છે પરંતુ નગરજનો અહીંયા રામસાગર તળાવમાં કચરો નાખી તેને ગંદુ કરતા રહે છે. નગરજનોમા પણ પણ રામ સાગર તળાવ સુંદર અને સ્વચ્છ રહે તે માટે ગંદકી કરવી જોઈએ નહીં. તળાવના કિનારે અંદર બાજુ ચારે બાજુ તળાવની સુંદરતા બગાડતા જંગલી વનસ્પતિ ઉગી ગયેલ છે જેને લઈ રામ સાગર તળાવની સુંદરતા બગડી રહેલ છે. તેમજ તળાવના કિનારે નગરજનો ફૂલ માળા તેમજ પ્લાસ્ટિક નાંખી જતા રહેતા હોવાથી કિનારાઓ પણ કચરો જોવા મળી રહેલ છે.તળાવ પર નગરજનો કપડા ધોવા પણ આવતા હોય છે જેને લઈ આ તળાવની શોભા વધુ બગડી રહેલ છે. કપડા ધોવા માટે કેમીકલ યુક્ત સામગ્રી વપરાતી હોવાથી તળાવમાં રહેતી માછલીઓને પણ આને લઈ નુકશાન થઈ રહેલ છે. તળાવની દેખરેખ માટે પાલિકા તંત્ર ગંભીરતાથી વિચારી કાયમી કોઈ વ્યક્તિની નિમણૂક કરે તો કપડા ધોતા લોકો અને ફૂલ માળા કે કચરો ફેંકતા લોકોને અટકાવી શકાય તેમ છે.રામ સાગર તળાવના કિનારે સાંજના અને રાત્રીના સમયે નગરજનો હરવા ફરવા જતા હોય છે પરંતુ છેલ્લાં ઘણાં દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રી દરમ્યાન ફરવા જતા લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. સાંજના સમયમાં લોકો હરવા ફરવા જતા હોય ત્યારે તળાવના કિનારે મરેલા પશુ તેમજ કતલખાનાના વેસ્ટ કચરાની વાસ આવતી હોય છે જેથી નગરજનો ફરવા આવતા હોય ત્યારે ગંદી સુવાસ આવતા માથું ફાટે તેવી વાસ આવતી હોય છે.પાલિકા તંત્ર રામ સાગર તળાવના નવીનીકરણને ગંભીરતાથી લઈ નગરજનોને સુંદર ભેટ આપે તેવી અપેક્ષા રાખી રહેલ છે. હાલ તો પાલિકા તંત્ર પાસે નગરજનો એવી અપેક્ષા રાખી રહેલ છે કે ફૂલ માળા કે થેલી તેમજ ગંદો કચરો ફેંકતા લોકોને અટકાવે, તળાવ પર કાયમ માટે કપડાં ધોવાનું બંધ કરાવે, તળાવની અંદર જંગલી વનસ્પતિ ઉગી ગયેલ છે તેની સફાઈ કરાવે તેમજ રામ સાગર તળાવના કિનારે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવે તેમજ, રામ સાગર તળાવ પાસે આવતી દુર્ગંધનો કાયમી ઉકેલ લાવી.

