Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ગામની ડબગર સમાજની સામાન્ય પરિવારની દિકરી CA બની સમાજનું ગૌરવ વધાર્યું

સામાન્ય રિક્ષા ચાલકની દિકરીએ પોતાનાં અભ્યાસની ધગસને લઇ મન હોય તો માળવે જવાયની કહેવત સાર્થક કરીદાહોદ શહેરમાં રહેતા અને રિક્ષા ચલાવતા મુકેશભાઈ દેવડાએ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહે છે ત્યારે આવાં સામાન્ય પરિવારમાંથી આવતી દિકરી અંજનાબેન મુકેશભાઈ દેવડાની નાનપણથી જ અભ્યાસમાં ખુબ રસ હતો દિકરી ની અભ્યાસની ધગસ ને લઈને તેનાં પિતા મુકેશભાઈ તેને ખુબ સારો અભ્યાસ કરે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા તેમજ દિકરીને કોઈ પણ હિસાબે અભ્યાસ ન બગડે તે માટે સતત કાળજી લેતાં હતાં્અજનાબેન મુકેશભાઈ દેવડાએ નાનપણથી સતત અભ્યાસ ને લઈને પોતે ગંભીર રહેતી અને અભ્યાસમાં રાત દિવસ એક કરીને ખુબ આગળ વધી કંઈક બનવું છે તેવું મન્થન કર્યા કરતી હતી આખરે એ દિવસ આવ્યો કે પોતે સારો અભ્યાસ કરી CA બની પરિવારજનોનાં દરેક સપનાં સાકાર કરીને પોતાનું નામ રોશન કર્યું જ્યારે દાહોદ શહેરની સામાન્ય પરિવારમાંથી આવતી આ દિકરી CA બનતાં તેનાં પરિવારજનો સાથે આખા ડબગર સમાજનું ગૌરવ વધારેલ છે ત્યારે સામાન્ય રિક્ષા ચાલક પરિવાર ની દિકરી CA બનતા ચારેતરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Share

Related posts

અમદાવાદના આંગણે ટેલેન્ટની તલાશમાં આવી ગયો છે “સિતારે હમ ઝમીન કે રીયાલિટી શો”

gujaratjanekta

વડોદરા લોકસભાના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની ભવ્ય જીત : 5 લાખથી વધુની લીડ

gujaratjanekta

ફતેપુરા તાલુકામાંથી વિભાજન થઇ સુખસર તાલુકામાં સમાવેશ કરાયેલ બલૈયા ગામના નાગરિકો દ્વારા આવેદનપત્ર અપાયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial