Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર જિલ્લામા કડાણાના પાણીથી તળાવો, નદી, કોતરો ટૂંક સમયમાં ભરાશે – જાણો વધુ

પ્રાપ્ત માહિતી પ્રમાણે કડાણા સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે શરુ કરવામાં આવેલ કામગીરીમાં મહીસાગર જિલ્લાના 109 તળાવ સહિત બે નદીઓ અને 5 કોતરો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મહીસાગર જિલ્લાના કડાણા, સંતરામપુર અને ખાનપુર તાલુકામાં ગરમીથી પાણીના સ્તર નીચા જતાં બોર-કૂવાઓમાં પાણી સૂકાઈ રહ્યું છે ત્યારે ખેડુતોને સિંચાઈની સમસ્યા ન સર્જાય તે માટે કડાણા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના તળાવોમાં મહી નદીના નીર ઠલવાઈ રહ્યા છે. કડાણા જળાશય આધારીત 8 યોજનાઓ થકી તળાવો ભરવા 45 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપયોગમાં લેવાશે. તેમજ 8425 હે. જમીનને સિંચાઈનો લાભ મળશે. ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેરથી કુલ 28 તળાવોમાં 15. MCM પાણી લિફ્ટ કરીને 3300 હે. કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાથી 1.20 એમસીએમ પાણીથી 150 શિયાલ શામળા ઉદવહન યોજનાના 37 તળાવમાં 7.5 MCM પાણીથી 1225 હે. મોરલનાકા બાબરી ઉદવહન સિચાઈ યોજનાથી સંતરામપુર તાલુકાના 14 તળાવો અને 2 નદી 8.50 MCM પાણીથી 1100 હે., ખાનપુર પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાથી 25 તળાવો અને 4 કોતર માટે 3.30 MCM પાણીથી 770 હે. સુજલામ સુફલામથી લુણાવાડા, વિરપુર અને બાલાશિનોર તાલુકાના 29 તળાવોમાં 16.05 MCM થી 1880 હે. સિંચાઈનો લાભ મળી રહ્યો છે. જ્યારે વરધરી સ્વરૂપ સાગરથી લુણવાડાના 3 તળાવ મારફતે 250. હે. ને સિંચાઈની સુવિધાનો લાભ મળશે.

 

જિલ્લામાં સિંચાઈની સમસ્યા હલ કરાશે

જિલ્લામાં ખેડૂતોની સિંચાઈની સમસ્યા દેખતા આ વર્ષે કડાણા જળાશય માંથી મોટાભાગના તળાવો ભરાઈ ગયા છે સરકારની યોજના અંતર્ગત પાઈપલાઈન મારફતે બાકી રહેલ વિસ્તારમાં પણ પાણી પુર પાડવા માટે અમારી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ટુંક સમયમાં અન્ય તળાવની સમસ્યાનો હલ કરવામાં આવશે.

રાજુભાઈ બામણ –

કાર્યપાલ ઈજનેર સિંચાઈ વિભાગ દીવડા 

Share

Related posts

વડાપ્રધાન મોદી ૧૦ સપ્ટેમ્બરે ગુજરાત આવશે : જાણો કયા કાર્યક્રમમાં હાજરી આપશે ?

gujaratjanekta

એકલવ્ય મોડેલ રેસીડેન્સલ સ્કૂલ વેજલપુરના વિદ્યાર્થીઓ અને શિક્ષક નેશનલ કલ્ચરલ ફેસ્ટ 2024માં ઝળક્યા

gujaratjanekta

આઇસીડીએસ શાખા અંતર્ગત ઝાલોદ ઘટક ૧ ના ઘટક કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial