Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ-વડોદરા એકલિંગજી પાટોત્સવ ધામધૂમથી ઉજવશે

 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ-વડોદરા (વીરપુરો વિભાગ,લુણાવાડા,સંતરામપુર અને મહીસાગર)ની કારોબારી સભા સમાજના પ્રમુખશ્રી કમલેશભાઈ જોશીના અધ્યક્ષપણા હેઠળ અને સમાજના સ્થાપકશ્રી શંકરલાલ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં માંજલપુર ખાતે કારોબારી સભ્ય શ્રી કિરણભાઈ પાઠકના નિવાસસ્થાને મળી હતી.જેમાં સમાજના સંગઠન અને વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ તા.28/3/2025 ને શુક્રવારના રોજ શ્રી એકલિંગજી દાદાના પાટોત્સવ અંતર્ગત સવારે બિલેશ્વર મંદિર- માંજલપુર ખાતે લઘુરુદ્ર સહિત ધાર્મિક વિધિ કારોબારી સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સાંજે લાડ ભવન, વડોદરા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત સમૂહમાં મહાપ્રસાદી લેવાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ નિશાબેન પંડ્યા, દક્ષાબેન જોશી તથા કુમુદબેન ઠાકોરની રાહબરી હેઠળ યોજાશે.કાર્યક્રમનું સફળ આયોજન સમાજના મંત્રીશ્રી નીતિનભાઈ ઉપાધ્યાય, ભાવેશભાઈ પંડ્યા,ભરતભાઈ દેરાસરી તથા ભુપેન્દ્રભાઈ ત્રિવેદી તથા કારોબારી સભ્ય સંભાળશે.આમ શ્રી એકલિંગજી દાદાના પાટોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવાશે.

Share

Related posts

દિગ્વિજય સિંહ સોનિયા ગાંધીના પ્લાન બીનો ભાગ છે, અશોક ગેહલોત કેવી રીતે બન્યા દબાણની રણનીતિ

gujaratjanekta

ઝાલોદ નગર માંથી નકલી લેટર પર લાકડાની હેરફેર કરતી ટ્રક ઝડપાઇટ્રકનું ફિટનેસ લથડેલુ તેમજ ઓવરલોડ લાકડા ભરેલ હોવાની શંકા

gujaratjanekta

દાહોદમાં ફિલ્મી સ્ટાઈલની ઠગાઈનો પર્દાફાશ, નકલી બેંક ઉભી કરી સોનાના બિસ્કિટ લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડી ૧૦૦% મુદ્દા માલ રિકવર કરતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial