પંકજ પંડિત
વિકાશના નામે ખેડૂતોનું વિનાશ થતું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યુઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટનું સર્વે કરવા માટે કેટલીય વાર જવાબદાર પ્રતિનિધિઓ આવી ગયેલ છે અને આ એરપોર્ટમા સરકારી જમીન સાથે ગરીબ ખેડૂતોના જીવન નિર્વાહની એક માત્ર આવક એવા ખેતરો પણ માપણીમા લેવામાં આવેલ છે. ગરીબ ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ચલાવે છે તેવામાં તેની રોજગારી તો જાય સાથે સાથે ખેડૂતોના પરિવારોને ભૂખે મરવાનો વારો આવે તેવું જોવા મળી રહેલ છે. હાલ જ ઝાલોદ તાલુકા માંથી દિલ્હી કોરિડોર હાઇવે બની રહેલ છે તેમાં પણ અહીંયા વસતા ખેડૂતોની જમીન ગયેલ છે અને આ સાહિ સુકાય તે પહેલાં ડોમેસ્ટિક એરપોર્ટ….હવે ગરીબ ખેડૂત કરે તો શું કરે…❓ઝાલોદ તાલુકો આદિવાસી વિસ્તાર છે અને અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓનું જીવન જીવવા માટેની મુખ્ય રોજગારી ખેતી જ છે. આદિવાસી પ્રજાને વર્ષો થી જળ જંગલ અને જમીનના મૂળ માલિક ગણવામાં આવે છે તેવામાં આદિવાસી પ્રજાની પોતાની જમીન અને જંગલની જે જમીન એરપોર્ટ માટે સર્વેમાં લીધેલ છે તે આપવા ગરીબ ખેડૂતો તૈયાર નથી. જંગલની જમીનમાં તેમના ઢોરઢાખર ચરાવે છે અને તેથી તેઓ પશુપાલન કરી દૂધ વેચીને પણ રોજગારી મેળવે છે. બે રોજગારીના ભય હેઠળ ગરીબ આદિવાસી પરિવારોને તેમના પરિવારના ભવિષ્યની ચિંતા થવા લાગી છે.કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવેલ છે કે સરકાર દ્વારા ગરીબ આદિવાસી પ્રજાની જમીનો કાલી (2) જળાશય યોજના અંતર્ગત જમીન છીનવી, નેશનલ કોરિડોરના નામે જમીન છીનવી, એરપોર્ટ બનાવવા માટે જમીન જવાનો ડર , આદિવાસી પ્રજા જે જંગલ વાપરે છે તે જતું રહે તો પશુપાલન ઉદ્યોગ ખતમ થવાનો ડર આ બધું એક જ વિસ્તારમાં કેમ…❓અહીંની ગરીબ આદિવાસી પ્રજા અભણ અને ગરીબ છે એટલે…❓આવા અનેક સવાલોના જવાબ અહીંયા રહેતી ગરીબ આદિવાસી પ્રજા જવાબદાર તંત્ર પાસે માંગી રહેલ છે.
કોંગ્રેસ દ્વારા વધુ આક્ષેપ લગાવતા આવેદનપત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટ માટે તંત્રને 4190 એકર જમીનની જરૂરિયાત છે અને જંગલની જમીન 1018 એકર છે તો બાકી 3072 એકર જમીન તંત્ર ક્યાં થી લાવશે છેલ્લે તંત્ર યેનકેન પ્રકારે અહીંયા વસતા ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેશે અને ખેડૂતોને જમીન વિહોણા બનાવી દેશે. તંત્ર જે વિકાસ કરવા જઈ રહેલ છે તેમાં ગરીબ પ્રજાનું વિનાશ થવાનું છે અને ગરીબ પ્રજાને સીધો ફટકો તેમના રોજગાર પર થવાનો છે. કોંગ્રેસ પૂર્ણ સમર્થન સાથે આદિવાસી પ્રજા સાથે તેમની જમીન ન જાય તેની લડત લડવા માટે ખેડૂતો સાથે ઉભી રહેવા માટે આજરોજ ખેડૂતો સાથે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ઉમટી પડી હતી અને ખેડૂતો સાથે એરપોર્ટ મુદ્દે કોઈ અન્યાય ન થાય તેવી રજૂઆત આવેદનપત્ર દ્વારા તંત્રને કરવામાં આવેલ હતું. એરપોર્ટ બનાવવા વિરોધ કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામા , ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૂકેશ ડાંગી, દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશ.બી.ડામોર, તાલુકા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહ.તી.માવી ,આપ પાર્ટીના નેતા અનિલ ગરાસિયા તેમજ ખેડૂતો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા.

