Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અનુસુચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ – જાણો વધુ

 રાજય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા પંચમહાલ જિલ્લામાં અનુસુચિત જન જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતાં અનુસુચિત જન જાતિના યુવક યુવતિઓ માટે પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે ડિસેમ્બર-૨૦૨૪ માં આ કાર્યક્રમમાં પસંદગી પામેલ ૧૦૦ યુવક યુવતિઓને ૧૦ દિવસના આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ પુરૂ નામ/સરનામુ (પુરાવા સાથે-આધાર કાર્ડ/રેશન કાર્ડ/શાળા-કોલેજનુ આઇકાર્ડ પ્રમાણીત નકલ), જન્મ તારીખ (એલ.સી.ની પ્રમાણીત નકલ), શૈક્ષણીક લાયકાત/ વ્યવસાઇ અંગેની માહીતી, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ. કે સ્કાઉટ ગાઇડ, હોમગાર્ડ જેવી પ્રવૃતિઓની શિબિરની વિગત, વાલીનુ સંમતી પત્રક, ડોકટરી પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજ ફોટો (અરજી સહીત) અને અનુ જન જાતિ અંગેનુ પ્રમાણપત્રની વિગતો સાથેની અરજી તા.૦૭/૧૨/૨૦૨૪ સુધીમાં જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પંચમહાલ, જીલ્લા સેવા સદન ભાગ-૨, રૂમ નં.૩૫ પ્રથમ માળ, ગોધરા, જી. પંચમહાલ ૩૮૯૦૦૧ ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી રાહુલ તડવી મો.૯૦૯૯૧૩૨૨૬૫, જીલ્લા યુવા વિકાસ અધીકારીશ્રી રાજેશ પારગી મો. ૯૧૦૬૨૨૫૦૫૧ ઉપર સંપર્ક કરવા માટે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક અધિકારીશ્રી ની અખબાર યાદીમાં જણાવાયું છે.

Share

Related posts

ગોધરા RTO કચેરીના અધિકારી એમ.આર.ગજ્જર સહિત ૪ ઇન્સ્પેકટરોની બદલી !!

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી નો શપથવિધિ સમારોહ

gujaratjanekta

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં 20 વર્ષના શહેરી વિકાસની સ્વર્ણિમ ઉજવણી ગાંધીનગર ખાતે કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial