Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને દાહોદ જિલ્લાના સુખસર ખાતેની કૃષિ શાળામાં કોમન યોગ પ્રૉટોકોલ જિલ્લા કક્ષા યોગ શિબિરનું આયોજન કરાયું

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને પ્રચાર પ્રસાર માટે યોગસેવક શીશપાલજી ચેરમેન તેમજ ઓ. એસ. ડી વેદી સાહેબ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર નાઓના માર્ગદર્શન હેઠળ સુખસર ખાતે કૃષિ શાળામાં કોમન યોગ પ્રોટોકોલ યોગ શિબિર યોજવામાં આવી હતી.

યોગાસનોના કારણે હેપ્પીનેસ ઈન્ડેક્સ વધે છે અને મેડિકલ ખર્ચ ઘટે છે. આ ઉમદા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ નુ સંપૂર્ણ સંચાલન સ્ટેટ કોર્ડિંનેટર રાજેશભાઈ પંચાલ તેમજ ઝોન કોરડીનેટર પિન્કીબેન મેકવાન નાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગ સિખવવામાં આવ્યા સાથેજ યોગ આપના જીવનમાં કેટલું ઉપયોગી છે તેનાથી માહિતગાર કર્યા અને યોગ અને પ્રાણાયામ રોજ કરવાથી વિવિધ બીમારીઓ પણ આપણા શરીર થી દૂર રહે છે તેમજ યોગ કોર્ડિંનેટર ડી. પટેલનાઓ તેમજ ફતેપુરા તાલુકા યોગ કોચ ધુળાભાઈ પારગી નાઓ દ્વારા આ યોગ શિબિરનું આયોજન કરેલ તેમજ યોગ કોચ ધુળાભાઈનાઓ દ્વારા તાલુકામાં આશરે 350 થી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરેલ છે ગામડે ગામડે ફરી યોગ ની તાલીમ આપી રહ્યા છે જે ખરેખર ખુબજ ઉત્કૃષ્ટ કામગીરી કહી શકાય.

આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત દાહોદ જિલ્લા બી.જે.પી પ્રમુખ શંકરભાઇ અમલિયાર સાહેબનાઓએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ નાઓના સપનાને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગામડાઓ સુધી યોગ પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે એ ખરેખર સરાહનીય છે અને આવનાર સમય માં ઘર ઘર સુધી અને જન જન સુધી યોગ પહોંચે અને સૌ ભારતીય સ્વસ્થ રહે નિરોગી રહે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી.આ કાર્યક્રમ માં ભ્રમ્હાકુમારી, ગાયત્રી પરિવાર, શ્રી શ્રી રવિશંકર, RSS, VHP તેમજ અન્ય બીજા સમાજ સેવી સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ જિલ્લાના તમામ તાલુકાઓના યોગ કોચ, ટ્રેનરો સાધકો, સાંઈ ઇન્સ્ટિટ્યૂટ ની વિદ્યાર્થીનીઓ તેમજ ફતેપુરા તાલુકાના આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Share

Related posts

લુણાવાડા તાલુકાના નાના વડદલા સરકારી શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરતા આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદી

gujaratjanekta

વાઘોડિયા પ્રા. કન્યાશાળા નં. 3 નું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહ્રત : 7 ઓરડાવાળી આધુનિક શાળાની મંજુરી અપાઈ – જુઓ VIDEO

gujaratjanekta

પાટણના વેપારીના ગળે છરી ભરાવી રૂ. 4.6 લાખની લૂંટ, એક ઓળખાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial