Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા દ્વારા ઢોલ નગારા સાથે વેરો ન ભરનાર વ્યાપારીઓની દુકાન શીલ કરી

પંકજ પંડિત- ઝાલોદ.

અંદાજીત નવ જેટલી દુકાનો સીલ કરી તેમજ સ્થળ પર જ એક લાખ નેવું હજારનો વેરો વસુલાત કરાયોઝાલોદ નગરપાલિકા અવારનવાર નગરમાં રીક્ષા ફેરવી તેમજ નગરપાલિકાના વેરા વસુલાત કરનાર કર્મચારીઓ વેરો લેવા નીકળતા હોય છે. તેમજ સમયસર વેરો ભરી જવા માટે કેટલીય વાર સૂચન કરતા રહે છે.
પરંતુ નગરના અમુક વિસ્તારોમાં વેરા વસુલાત માટેની વારંવાર નોટિસ ફટકાર્યા બાદ પણ વેરા ન ભરવામાં આવતા આજરોજ વેરો ન ભરનાર વ્યાપારીઓની દુકાને ઢોલ નગારા સાથે વેરો ઉઘરાવવા નીકળેલ હતા. ઢોલ નગારા સાથે વેરો ઉઘરાવવામાં નીકળતા અમુક વ્યાપારીઓ એ સ્થળ પર જ વેરો ભરી દીધેલ હતો. આ રીતે વેરો ઉઘરાવાતા સ્થળ પર જ 1.90 લાખ જેટલી રકમનો વેરો વસૂલ કરવામાં આવેલ હતો તેમજ નવ જેટલી દુકાનોએ વેરો ન ભરતાં તેમની દુકાનો સીલ કરવામાં આવી હતી અને દુકાન પર સદર દુકાન વેરો ન ભરાવાથી શીલ મરેલ છે તેમજ આ દુકાન જો ખોલવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ ચોંટાડી હતી.આ રીતે વેરો ઉઘરાવવામાં આવતા નગરમાં કુતૂહલનુ વાતાવરણ જોવા મળેલ હતું.આવનાર દિવસોમાં નગરપાલિકા વેરો ન ભરનાર ગ્રાહકો પર વધુ આકરા પગલા લઈ શકે છે તેવું સાંભળવા મળી રહેલ છે.

Share

Related posts

લીમખેડાના રાષ્ટ્રવાદી યુવાનો દ્વારા ઇસ્લામિક આતંકવાદ સામે આકરો વિરોધ નોંધાવ્યો.

gujaratjanekta

ઝાલોદ નગરમાં ડબગર સમાજ દ્વારા વસંતપંચમી ઉત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ દ્વારા આકસ્મીત મૃત્યુ નિમિતે સહાય માટે ચેક આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial