Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ઝાલોદ તાલુકાના શાળા સંચાલકો, શિક્ષકો તેમજ વહીવટી કર્મચારીઓ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

પંકજ પંડિત

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ અનુસાર સમગ્ર રાજ્યના વિવિધ તાલુકા મથકો ઉપર સંકલન સમિતિના આપેલ વિવિધ કાર્યક્રમોના અનુસંધાનમાં આજરોજ 12-08-2023 ને શનિવારના રોજ બપોરના 12 થી 3 સમયગાળા દરમ્યાન ઝાલોદ તાલુકાના શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષક ભાઈયો- બહેનો તથા વહીવટી કર્મચારીઓ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ શ્રી બી.એમ.હાઇસ્કૂલ ઝાલોદના મુખ્ય દ્વાર ખાતે યોજવામાં આવ્યો હતો. સદર મૌન ધરણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા સમાધાન થયેલ પ્રશ્નોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી કોઈ નિશ્ચિત પરિપત્ર કરવામાં આવેલ નથી સંકલન સમિતિના માધ્યમ થી આજરોજ અમો સરકારને જણાવવા માંગીએ છીએ કે સત્વરે સમાધાન થયેલ પ્રશ્નોના ઠરાવો બહાર પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં 17-08-2023 થી 24-08-2023 સુધી તમામ શાળાઓના તમામ સંચાલકો, આચાર્યો, શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક તમામ કર્મચારીઓ કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવવાના છીએ અને આપાણી પડતર માંગણીઓ અંતર્ગત *બ્લેક સપ્તાહ* નો કાર્યક્રમ થકી રાજ્ય સરકારને જગાડવાના શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું.

Share

Related posts

વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં ધો-૧૦ ઇંગ્લિશ મિડીયમમાં ભણતી કુ. તસ્મહી શેઠ પ્રથમ આવીને સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

gujaratjanekta

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મકવાણા વરુણા હાઇવે માર્ગ ઉપર 15 ફૂટ ઊંડી ખાઈમાં ફોરવીલર ગાડી પડતા મહિલાને ગંભીર ઇજા

gujaratjanekta

એશિયાનો મોટો વિન્ટેજ કાર શો – વડોદરાથી સ્ટેચ્યુ સુધી રાજા રજવાડા સમયની વિન્ટેજ કારની રેલી, 100 વર્ષ જૂની વિન્ટેજ કાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial