Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

અમદાવાદ એરપોર્ટ કોરોનાની દહેશત વચ્ચે 400 લોકોનું 10 દિવસ થયું ટેસ્ટિંગ, જાણો કેટલા આવ્યા પોઝિટીવ

અમદાવાદ એરપોર્ટ પર કોરોનાના નવા ઓમિક્રોન વેરેયન્ટની દહેશત વચ્ચે સઘન ચેકીંગ વિદેશથી આવતા લોકોનું કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી આ સ્ટ્રેસિંગ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ આ 10 દિવસમાં 2 લોકો જ કોરોના પોઝિટીવ વિદેશથી આવ્યા તે નોંધાયા છે.

ચીનમાં જે રીતે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે આ ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં જે રીતે કોરોના ફેલાયો છે તેને જોતા ચેકીંગ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યું છે. દરેકના કોરોના રીપોર્ટનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, જે રીતે વિદેશોમાં કોરોનાના કેસો સામે આવ્યા છે તેની સરખામણીણાં અમદાવાદ સહીતના વિવિધ રાજ્યના એરપોર્ટ પર વિદેશથી આવનાર બહું ઓછા લોકો પોઝિટીવ આવી રહ્યા છે એક રીતે જોવા જઈએ તો આ સારી વાત છે. કેમ કે, ભારતમાં જે બીજી લહેરમાં કોરોનાની સ્થિતિ હતી તેના કારણે અનેક પરીવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે ત્રીજી લહેર બાદ ભારતમાં અત્યારની સ્થિતિએ કોરોનાના ઓછા કેસો નોંધાઈ રહ્યા છે જેથ સાવધ રહેવાની પહેલા જરૂર છે.

અમદાવાદ એરપોર્ટ પર 10 દિવ 400 કોરોના ટેસ્ટિંગ થયા છે. જેમાં 2 લોકો જ પોઝિટિવ આવ્યા છે.  તેમાં પણ ખેડા અને મહેસાણાનો યુવક કોરોના પોઝિટીવ આવ્યો હતો. જો કે, બન્નેના રીપોર્ટ પણ ગાંધીનગર લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.અમદાવાદ એરપોર્ટ પર હાલની સ્થિતિએ કોરોનાના બિલકુલ ઓછા કેસો નોંધાઈ રહ્યા છે.

જો કે, બીજી તરફ જોવા જઈએ તો અમદાવાદ એરપોર્ટ પર ડીસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન મોટી સંખ્યામાં પેસેન્જરની અવર જવર પણ જોવા મળી રહી છે. અંદાજિત એક જ દિવસમાં 33 હજારથી લઈને 35 હજાર લોકોની અવર જવર જોવા મળી રહી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જો કે, સાવધાની જરુરી હોવાથી ગાઈડલાઈનના હીસાબથી સ્ટ્રેસીંગ સઘન રીતે કરવામાં આવી રહ્યું છે.

Share

Related posts

મધુ શ્રીવાસ્તવ મામલે ચૂંટણી પંચે વડોદરા જિલ્લા કલેક્ટર પાસે સૂઓમોટો રીપોર્ટ માંગ્યો, જાણો મધુ શ્રીવાસ્તવનું શું કહેવું છે

Admin

રાજકોટ બન્યું ઉડતા પંજાબ: ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો

Admin

અમદાવાદ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે નો યોર એર ફોર્સ થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial