Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વર્ષ 2023 દરમિયાન રૂ.2 લાખ કરોડનું રોકાણ જોવા મળશે

ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાને કારણે વૈશ્વિક અર્થતંત્રને વ્યાપક અસર થવાની સંભાવના બાદ હવે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વર્ષ 2023 દરમિયાન રૂ.2 લાખ કરોડનું રોકાણ જોવા મળશે. દેશમાં સૂર્યપ્રકાશ, પાણી તેમજ હવાનો ઉપયોગ કરીને ઉર્જા પેદા કરવા માટે આ સેક્ટરમાં જંગી રોકાણ કરવામાં આવશે. ગત વર્ષે ફેબ્રુઆરી દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને કારણે સપ્લાય ચેઇનમાં અડચણોને કારણે ક્રૂડ ઓઇલની કિંમતો આસમાને પહોંચી હતી

જેને કારણે ભારત જેવા આયાતકાર દેશે ક્રૂડ ઓઇલની આયાત માટે અન્ય દેશ પર નિર્ભર થવાની નોબત આવી હતી. દેશમાં કાર્બન ફૂટપ્રિન્ટ અને નેટ ઝીરોના લક્ષ્યાંકને ક૨વા માટે રિન્યુએબલ સેક્ટરમાં વધુને વધુ રોકાણને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2022 દરમિયાન સરકારે ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપક ઉપયોગ, ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન તેમજ સોલાર ઉપકરણોનું ઉત્પાદન તથા એનર્જી સ્ટોરેજ સેન્ટરની સ્થાપના સહિતના પગલાં લઇને વર્ષ 2030 સુધીમાં 500 GW રિન્યુએબલ સેક્ટરની ક્ષમતા હાંસલ કરવા માટે પ્રયાસરત છે. ભારતે વર્ષ 2030 સુધીમાં 500 Gwના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દર વર્ષે અંદાજે 25GW રિન્યુએબલ એનર્જીની ક્ષમતાનું વિસ્તરણ કરવાનું રહેશે. અત્યારે ભારતની કુલ બિન-જીવાશ્મ ઇંધણની ક્ષમતા 173 GW છે.

દેશમાં વર્ષ 2023 સુધીમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અંદાજે 25 અબજ ડોલરનું રોકાણ જોવા મળે તેવી શક્યતા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિંઘે જણાવ્યું હતું કે ભારત વર્ષ 2030 સુધીમાં 500 ગીગા વોટ્સ ક્લિન એનર્જી હાંસલ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. અત્યારે કુલ 173 GW (જેમાં હાઇડ્રો અને ન્યૂક્લિયર પાવર) ક્ષમતા છે. અત્યારે 80 GWની ક્ષમતાનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. જે સાથે કુલ ઉત્પાદન અંદાજે 250 ગીગા વોટ્સની આસપાસ પહોંચશે. જે સાથે જ આપણે વર્ષ 2030 સુધીમાં વધુ 200 GWની ક્ષમતાને ઉમેરવાની આવશ્યકતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતે આગામી આઠ વર્ષ દરમિયાન કુલ 25 GW રિન્યુએબલ એનર્જીની ક્ષમતા ઉમેરવાની રહેશે. તે માટે દરેક મેગાવોટ્સના જનરેશન માટે રૂ.5 કરોડના અંદાજીત ખર્ચની દૃષ્ટિએ આગામી આઠ વર્ષમાં કુલ 1,25,000 કરોડ રૂપિયાના રોકાણની જરૂર રહેશે.

Share

Related posts

દાહોદના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત : જિલ્લા ચૂંટણી અધિકારી અને S.P – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના રાજસ્થાન બોર્ડર નજીક અનાસ ગામના ભુવનેશ્વરી માતાના મંદિરે વિધર્મીઓના ઈશારે ચોરી કરવા આવતા બે ચોર ઝડપાયા

gujaratjanekta

Kal Ho Naa Ho: જ્યારે કરણ જોહર અને કરીના કપૂર વચ્ચે ગાઢ મિત્રતાનો અંત આવવાનો હતો!

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial