Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ભાજપના ડેમેજ કંટ્રોલ પહેલા મઘુ મેદાને – કાર્યકર્તાઓની કમિટી બનાવી અપક્ષથી લડે શકે છે

 સંકેત પંડ્યા – એડિટર

ભાજપે વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી છે. ટિકિટ કપાતાની સાથે જ મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે. વાઘોડીયા સહીત વડોદરાની ત્રણ બેઠકો પર ધારાસભ્યોની ટિકિટ કપાતા દિનુ મામા સહીત તમામમાં નારાજગી જોવા મળી રહી છે માટે ભાજપે પણ ડેમેજ કંટ્રોલ માટે અને ધારાસભ્યોને મનાવવા માટે સીઆર પાટીલને જવાબદારી આપી છે તેવામાં જ સમાચાર સામે આવી રહ્યા છે કે, ભાજપના ડેમેજ કંટ્રોલ પહેલા મઘુ શ્રીવાસ્તવ મેદાને જોવા મળી રહ્યા છે. તેમને કાર્યકર્તાઓની કમિટી બનાવી છે અને આ વખતે ભાજપથી અસંતોષ માની ચૂકેલા મધુ શ્રીવાસ્તવ અપક્ષથી આ વખતે ચૂંટણી લડી શકે છે 

  કાર્યકરોની કમિટી બનાવી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે, મારી વર્કર્સ કમિટી આગળ શું કરવું તે નક્કી કરશે. આ કમિટી નક્કી કરશે કે ચૂંટણી લડવી કે કોઈ રાજકીય પક્ષને ટેકો આપવો. તેમણે કહ્યું કે મારા કાર્યકરો કહે તો હું ચૂંટણી લડીશ અને ના કહે તો નહીં લડું. જો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે.

 ઉલ્લેખનીય છે કે, ભાજપે આ વખતે વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને મનીષા વકીલને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા મધુ શ્રીવાસ્તવે બુધવારે જ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તેઓ વાઘોડીયા બેઠક પરથી ચૂંટણી નહીં લડે. અગાઉ તેમણે કહ્યું હતું કે તેમની પત્ની ચૂંટણી લડશે અને તેઓ નહીં લડે. જો કે ત્યાર બાદ યાદીમાંથી તેમનો છેદ જ ઉડી ગયો હતો. 

Share

Related posts

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ

gujaratjanekta

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ને અશરા મુબારક ની વાયઝ ચેન્નાઈ થી લાઈવ પ્રસારણ ઇન્દોર ઉજ્જૈન અને રતલામ ની રજા મુબારક ફજલ થઈ

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રાવણના પહેલા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial