Gujarat Jan Ekta
તાજા સમાચાર
ધંધાકીય જાહેરાત

ખુશખબર / આ બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, સીનિયર સિટીઝનની તો થઈ ગઈ મોજ

 સંકેત પંડ્યા – એડિટર

HDFC Bank Special FD Rates: પ્રાઈવેટ સેક્ટરની HDFC બેંકે દેશના લાખો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે સીનિયર સિટીઝન (senior citizens) માટે ઉપલબ્ધ વિશેષ FDની સુવિધા માર્ચ 2023 સુધી લંબાવી છે એટલે કે હવે ગ્રાહકો આવતા વર્ષે માર્ચ સુધી આ સ્પેશિયલ FDનો લાભ લઈ શકશે. બેંકે એક નોટિફિકેશન જારી કરીને આ અંગે જાણકારી આપી છે.

31 માર્ચ સુધી મળશે ફાયદો

આપને જણાવી દઈએ કે HDFC બેંકે સિનિયર સિટીઝન કેર એફડી (HDFC Senior Citizen Care) સ્કીમ રજૂ કરી હતી. આ સ્કીમ ડિસેમ્બર 2022 માં સમાપ્ત થઈ રહી હતી, પરંતુ હવે બેંક આ યોજનાને 31 માર્ચ 2023 સુધી લંબાવી છે. આ એફડી સ્કીમમાં ગ્રાહકોને વધુ વ્યાજનો લાભ મળશે.

0.75 ટકા વધુ મળી રહ્યું છે વ્યાજ

આપને જણાવી દઈએ કે આ સ્કીમમાં બેંકને 5 થી 10 વર્ષ સુધીની FD પર 6.50 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. આ વ્યાજ દર સામાન્ય નાગરિકો કરતા 0.75 ટકા વધારે છે. બેંકે આ સુવિધા 18 મે, 2020ના રોજ શરૂ કરી હતી. 5 વર્ષ 1 દિવસથી લઈ 10 વર્ષમાં મેચ્યોર થતી એફડીમાં ગ્રાહકોને 5.75 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે. તે જ સમયે સીનિયર સિટીઝનને 75 બેસિસ વધારાનું વ્યાજ એટલે કે 6.50 ટકાના દરે વ્યાજ મળશે.

ઘણી બેંક આપી રહી છે એફડીની સુવિધા

HDFC બેંક ઉપરાંત IDBI બેંક અને SBI સહિતની ઘણી બેંકો પોતાના ગ્રાહકોને સ્પેશિયલ એફડી (Special FD) સુવિધા આપી રહી છે. બેંકોએ આ સુવિધા કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરી હતી. તેના પછીથી મોટા ભાગની બેંકોએ આ સુવિધાને આગળ વધારી છે. હવે ગ્રાહકો જો તેમની એફડી પર વધારે વ્યાજ મેળવવા માગે છે તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરી શકે છે અને એફડી લઈ શકે છે.  

Share

Related posts

ખુશખબર / વડાપ્રધાન મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, ખાતરને લઈ સરકારે કરી મોટી જાહેરાત

gujaratjanekta

માર્કેટ્સ રેગ્યુલેટર સેબી, મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા લેવામાં આવતી ફી અને ખર્ચનો કરી રહી છે અભ્યાસ

Admin

વડોદરા શહેરમાં ઘર ખરીદવુ બન્યુ હવે સહેલુ – ઝિલિયન ગ્રુપના બિલ્ડર આપે છે આકર્ષક ઓફર – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial