ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સફળ નેતૃત્વના 25 વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે સમગ્ર રાજ્યમાં “સેવા સંકલ્પ અભિયાન” યોજાઈ રહ્યું છે જે અંતર્ગત સુખસર તાલુકાના ઐતિહાસિક વરુણદેવ મંદિર ખાતે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને ભવ્ય આશીર્વાદ નો દીવડો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મંત્રી શ્રી,ભાજપ પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ અમલીયાર, સ્થાનિક આગેવાનો,સરપંચો, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિક અને વિદ્યાર્થીઓએ એક સાથે 5000 દિવડાઓ પ્રગટાવીને સમગ્ર પરિસરને પ્રકાશમય કર્યું હતું.ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ વરૂણદેવની વિશેષ પ્રાર્થના કરી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દીર્ઘાયુ અને ઉતરોતર પ્રગતિ માટે મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.

