Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શાળા સાંસદ શપથવિધિ નો ભવ્ય સમારોહ યોજાયો

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ પંડ્યા હાઇસ્કુલ અને શ્રીમતી એસ એમકુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ શાળામાં વિદ્યાર્થીઓ ભારતીય લોકશાહીની પ્રક્રિયા ને પ્રત્યક્ષ સમજે, અનુભવે અને તેના મૂલ્યને આત્મસાત કરે એવા ઉમદા હેતુથી શાળા સાંસદ ચૂંટણીનો ભવ્ય આયોજન મોબાઇલ ઇવીએમ દ્વારા કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ગ પ્રતિનિધિને ચૂંટયા હતા. ત્યારબાદ વર્ગ પ્રતિનિધિઓએ પ્રમુખ, ઉપપ્રમુખ ,મંત્રી તેમજ અન્ય હોદ્દાઓ માટે હોદ્દેદારોને ચૂંટ્યા હતા. જેમનો શપથવિધિ સમારોહ તારીખ 11/ 7/26 ને શનિવારના રોજ બપોરે 12:30 કલાકે દાદરવાલા હોલમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. શાળાના આચાર્યા શ્રીમતી નિતીક્ષાબેન પટેલ દ્વારા પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ચૂંટણી કમિશનર શાળાના શિક્ષક ઉમંગભાઈ દરજી અને એસ આર ગામીત દ્વારા સમગ્ર ચૂંટણીમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ સમારોહના અધ્યક્ષ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્ય ડિરેક્ટર અને પ્રમુખ ભારતીય જનતા પાર્ટી દાહોદ સ્માર્ટ સીટી શ્રી અર્પિલ કે શાહ અને અતિથિ વિશેષ તથા સત્રાંતે નિવૃત થતા શાળા પરિવારના શ્રી એમ એલ પરમાર ,શ્રી ડી જે લાલપુરિયા ,શ્રી એસ આર ડાભી ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ દ્વારા પ્રમુખને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું. આભાર વિધિ શાળાના સુપરવાઇઝર શ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવી. હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી ગાયત્રીબેન સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું.ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

વિજ્ઞાન ગુર્જરી કર્ણાવતી ગાંધીનગર દ્વારા સ્ટુડન્ટ ઇનોવેશન – ૨૦૨૨ ગોધરાની ઉન્નતિ વિદ્યાલય ખાતે યોજાયો

gujaratjanekta

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું

gujaratjanekta

આઈ પી મિશન હાયર સેકન્ડરી સ્કુલ ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દાહોદ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે પણ માહિતી આપવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial