Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સંચાલિત કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દાહોદ લીટલ ફ્લાવર સ્કૂલ ખાતે 28 ફેબ્રુઆરી વિજ્ઞાન જગત માટે ખૂબ મહત્વની ગણાય છે 28 ફેબ્રુઆરી 1928 ના રોજ ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામને (સર સી વી રામન) રામન ઇફેક્ટ ની શોધ પૂરી કરી તેમની યાદમાં જ આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત જિલ્લામાં વિજ્ઞાન વિષયમાં ખૂબ જ ઉત્તમ કાર્ય કરનાર શિક્ષકને જેમાં બેસ્ટ સાયન્સ ટીચર એવોર્ડ આપવામાં આવે તે અંતર્ગત આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલ અને શ્રીમતી એસ એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 25 વર્ષથી જીવવિજ્ઞાન વિષય ભણાવતા મદદનીશ શિક્ષક શ્રી કમલેશ દિનેશચંદ્ર લીમ્બાચીયા જેઓ હાલમાં વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના ગુજરાત રાજ્યના કોર્ડીનેટર તરીકે કાર્ય કરે છે દાહોદ જિલ્લાના વિજ્ઞાન મંડળ પૂર્વમંત્રી રહી ચૂક્યા છે અને સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે તેવા વિજ્ઞાન શિક્ષક પસંદગી કરવામાં આવી કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના કોર્ડીનેટર કૃતાર્થભાઈ જોષી ના હસ્તે સર્ટિફિકેટ અને 5100 રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક નો એવોર્ડ મળતા શાળા પરિવારના આચાર્યાશ્રી અને સૌ સ્ટાફ મિત્રો અને વિજ્ઞાન મંડળના હોદ્દેદારો અને વિજ્ઞાન શિક્ષક મિત્રો અભિનંદન પાઠવ્યા હતા

Share

Related posts

ફતેપુરા વકીલ મંડળ બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી

gujaratjanekta

દાહોદ મુકામે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા સ્નેહ મિલન  તથા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સંજેલીમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial