Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા તાલુકા યોગ શિબિર યોજાઇ..

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ખુબ જ ઉર્જાવાન પ્રેરણા સ્ત્રોત આદરણીય યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ ઝોન -3 નાં ખુબ જ ઉત્સાહિત આદરણીય ઝોન કોઓર્ડીનેટર પિન્કીબેન ની સલાહ મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં ગાયત્રી મંદિર હોલ ખાતે તાલુકા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત દરેક તાલુકામાં ગામડે ગામડે યોગ ટ્રેનર તૈયાર થાય અને ઘર ઘર સુધી યોગ પહોંચે અને લોકો સ્વસ્થ અને નિરોગી રહે તે માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 280 ની સંખ્યામાં લીમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો જેમાં 63 ભાઈ બહેનો યોગ ટ્રેનર બનવા માટે ફોર્મ ભર્યા અને યોગ ટ્રેનિંગ લેવા માટે તૈયાર થયા હતા જેનો હેતુ સમગ્ર ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં યોગ નું વાતાવરણ બને તેવો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આદરણીય ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રી શીલાબેન મોરી, સભ્ય શ્રી કુલદિપભાઇ મોરી, મુકિતરંજન સરકારી આયુર્વેદ હોસ્પિટલ લીમડી નાં ડૉ.શ્રી બામણ સાહેબ શ્રી, સંજેલી તાલુકાના THO સિંઘ સાહેબ શ્રી, ગાયત્રી મંદિર નાં મહારાજ શ્રી મગનભાઈ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આદરણીય ઝોન કોઓર્ડીનેટર શ્રી પિન્કીબેન જિલ્લા કોર્ડીએન્ટર શ્રી ધુળાભાઈ પારગી , રાહુલભાઇ પરમાર, તાલુકા યોગ કોચ કલ્પનાબેન ભાભોર, પુષ્પાબેન બામણીયા, ઝાલોદ તાલુકા યોગ કોચ વિનોદભાઇ ભાભોર,અને મોટી સંખ્યામાં યોગ ટ્રેનર ભાઇ બહેનો અને ગામડામાંથી યોગ સાધક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા .આ યોગ શિબિર મા યોગ ટ્રેનર તાલિમ પૂર્ણ કરી પાસ થયેલ યોગ ટ્રેનર ભાઇ બહેનો ને મુખ્ય મહેમાન નાં હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં.

Share

Related posts

આજે ૧૮૨ વિધાનસભા બેઠકના પરિણામ માટે મતગણતરી શરૂ:રૂઝાન આવવાના થયા શરૂ

Admin

વડોદરા – જમીન માલિકની બેદરકારીના કારણે 3 વર્ષની બાળકી 10 ફુટના ખાડામાં પડી જતા મોતને ભેટી, પોલીસે જવાબદાર સામે કરી કાર્યવાહી

gujaratjanekta

પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial