Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ C.M.T.C. કેન્દ્ર ખાતે SAM બાળકોની માતાઓ માટે પોષણ જાગૃતિ કાર્યક્રમ

પંકજ પંડિત
ઝાલોદTHR નો ઉપયોગ કરી લાઈવ વાનગીનું નિદર્શન, પોષણ ટોપલીનું વિતરણઆજરોજ ઝાલોદ તાલુકાના ઝાલોદ C.M.T.C. (Community Management of Acute Malnutrition) કેન્દ્ર ખાતે SAM બાળકોની માતાઓ માટે વિશેષ પોષણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત THR (Take Home Ration) નો ઉપયોગ કરીને લાઈવ વાનગી “મુઠીયા” બનાવીને માતાઓને પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત THR માંથી બનતી વિવિધ પોષણયુક્ત વાનગીઓનું પણ વિગતવાર નિદર્શન કરવામાં આવ્યું, જેથી માતાઓ ઘરેથી સરળ રીતે પૌષ્ટિક ભોજન તૈયાર કરી શકે અને બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકે.C.M.T.C. કેન્દ્રની કામગીરી :ઝાલોદ C.M.T.C. કેન્દ્રમાં હાલમાં કુલ ૧૦ SAM બાળકો દાખલ હતા. સાથે સાથે વિસ્તારના અન્ય SAM બાળકોની માતાઓને પણ બાળકોને C.M.T.C. માં દાખલ કરાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પોષણ ટોપલીનું વિતરણ :
કાર્યક્રમ દરમિયાન SAM બાળકોની માતાઓને પોષણ ટોપલીનું વિતરણ કરવામાં આવ્યું, જેથી બાળકોને ઘરેથી પૂરતું અને સંતુલિત પોષણ મળી રહે.હાજરી :
આ કાર્યક્રમમાં CDPO શ્રીમતી નીલુબેન માછી, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ ભારતીબેન, RBSK M.O., મુખ્યસેવીકા તેમજ અન્ય સંબંધિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.ઉદ્દેશ્ય :
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ SAM બાળકોના કુપોષણને દૂર કરી, માતાઓમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય વિકાસ માટે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો.

Share

Related posts

ગોધરા ખાતે આગામી દિવસોમાં અષાઢી બીજ નિમિતે રથયાત્રા નીકળનાર હોય જે અન્વયે ફ્લેગ માર્ગ યોજાયો

gujaratjanekta

માંડવીમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ

gujaratjanekta

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial